અહેમદ પટેલના વફાદાર કોંગી અગ્રણી પક્ષ છોડવાની તૈયારીમાં
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત કોંગ્રેસની માઠી બેઠી છે. કારણ કે એક પછી એક આગેવાનો પક્ષ છોડી રહ્યા છે. જાે કે તેની પાછળના કારણો ગમે તે હોય પરંતુ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ સજાગતા રાખવી પડે તેમ છે.
બીજી તરફ જે લોકો પક્ષ છોડી રહ્યા છે તેમને પણ પાર્ટીએ ઘણુ આપ્યુ છે. મતલબ એ કે સરકાર હોય ત્યારે મંત્રી પદ ભોગવ્યા હોય, સંગઠનમાં સ્થાન આપ્યુ હોય એમ છતાં ઘણા સીનિયર કોંગી અગ્રણીઓએ ભૂતકાળમાં પક્ષ છોડ્યો છે.
પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર લાગે છે. તેમ સ્થાનિક કોંગી અગ્રણીઓ કે જે રાત-દિવસ પક્ષની જ ચિંતા કરે છે એવા આગેવાનોનું માનવુ છે. દરમ્યાનમાં આગામી દિવસોમાં વધુ એક સીનિયર અગ્રણી પક્ષ છોડે એવી વકી છે.
આ આગેવાન ભૂતકાળમાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અહેમદ પટેેલ સાથે સંકળાયેલા હતા. પરંતુ હવેે અહેમદ પટેલનંુ નિધન થતાં તેઓ પણ પાર્ટી છોડવા અંદરખાને તૈયારીઓ કરી રહ્યા હોવાનુૃ જાણવા મળેલ છે.
આ અગ્રણીએ તેમના શુભેચ્છકો પાસેથી પૂછાવ્યુ છે કે તેઓ કઈ પાર્ટીમાં જાય, તેમના શુભેચ્છકોના અભિપ્રાય પછી તેઓ નિર્ણય લેશે તેમ મનાય છે.પરંતુ તે પહેલાં તેમના પુત્રી કે જેમણે કોંગ્રેસ છોડ્યુ છે તેઓ અન્ય પાર્ટીમાં જાેડાયા પછી આ અગ્રણી નિર્ણય લેશેે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આ આગેવાન કાયમ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પહેલાં પાતાની રીતે સર્વે કરાવે છે અને તેમનો સર્વે એકદમ સચોટ હોય છે એવો તેમનો દાવો છે. આ આગેવાને તાજેતરમાં જ કોંગ્રેેસના વરિષ્ઠ નેતાને તેમના સર્વેનો અહેવાલ સોંપ્યો હોવાનું જાણવા મળેલ છેે.