અહેમદ પટેલની અંતિમ ઈચ્છા : તેમની દફનવિધિ માતા-પિતાની કબરની બાજુમાં થાય
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અહેમદ પટેલના પરિવાર અને પિરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય પિરામણ ગામમાં અહેમદ પટેલની દફનવિધિ માટે કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે.પિરામણના મૌલવી મૌલાના રહેમાન કહે છે કે, નાના હોય કે મોટા હોય સૌ-કોઈ તેઓને અહેમદભાઈ કહીને જ બોલાવતા.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું બુધવારની વહેલી સવારે દિલ્હીની હોસ્પિટલ માં નિધન થયું છે.તેમની ઈચ્છા હતી તે તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેના પગલે પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે.
કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. અહમદ પટેલના નિધન બાદ પાર્થિવ દેહનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અહેમદ પટેલના નજીકના ગણાતા અને કોંગ્રેસના ભરૂચ જીલ્લા ના પ્રવક્તા નાઝુભાઈએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય.જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે તેમની દફનવિધિ ક્યાં થશે.વડોદરામાં રહેતા અહેમદ પટેલના સાળી દિલ્હી જવા રવાના થયા.
તો પિરામણ ગામના મૌલવી મૌલાના રહેમાને જણાવ્યું હતું કે, દિલ્હીથી આજે સવારે ૪ વાગ્યે મોટાભાઈનો ફોન આવ્યો હતો અને અહેમદ પટેલના નિધનના શોકિંગ સમાચાર આપ્યા હતા.તેઓ ભરૂચ જીલ્લાના લોકલાડીલા નેતા હતા તેઓ આજે રહ્યા નથી.
તેનો વિશ્વાસ થતા નથી. તેઓ સમાજને લઇને સાથે ચાલતા હતા.નાના હોય કે મોટા હોય અને કોઇ પણ પાર્ટીના હોય તેઓને અહેમદભાઇ કહીને જ બોલાવતા હતા. આખો અંકલેશ્વર તાલુકો શોકમાં ગરકાવ થઈ ગયો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ ૧૯ ના ઈન્ફેક્શનથી પીડિત હતા.ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા.બુધવારે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું.તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.જેના પગલે અહેમદ પટેલના નિધનને લઈને પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ મૂળ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની હતા.જેને પગલે પીરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહેમદ પટેલને તેમના ગામના અગ્રણીઓ,નિકટના મિત્રો અને કુટુંબીજનો બાબુભાઈના હુલામણા નામથી બોલાવતા હતા. પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પીરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા.પરંતુ તેમનો પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો.તેઓ અવાર-નવાર પીરામણ ગામની મુલાકાતે આવતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા તથા મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને એનો નિકાલ કરતા હતા.