અહો!! આશ્ચર્યમ્!! પૂર્વ ધારાસભ્યોના પ્રશ્નોને કોઈ સાંભળતુ જ નથી!!
પૂર્વ ધારાસભ્યોમાંથી કેટલાંકની આર્થિક સ્થિતિ ખરાબ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાજકારણમાં પ્રવેશતી તમામ વ્યક્તિઓને લીલાલહેર જ હોય છે એવુૃ દરેકના કિસ્સામાં બનતુ નથી. કોઈપણ ‘પોસ્ટ’ સુધી પહોચવા તેને અથાગ પરિશ્રમ કરવો પડે છે. આંદોલનોમાં પોલીસના દંડા પણ ખાવા પડે છે. કૌટુંબિક લાઈફ બાજુ પર રહી જાય છે.
શિયાળો-ઉનાળો -ચોમાસુ જાેયા સિવાય સતત પ્રજાકીય પ્રશ્નો અને પક્ષની રણનીતિ તથા આંતરીક પોલીટીક્સને ધ્યાનમાં રાખીને આગળ વધવુ પડ છે. સામાન્ય જનમાનસમાં એવી છાપ હોય છે કે રાજકીય નેતાઓને ‘દસેય આંગળી ઘીમાં હોય છે. એવું દરેક કિસ્સામાં હોતુ નથી. રાજકારણમાં ઘણા નેતાઓ એવા ઈમાનદાર રહેલા હોય છે કે જેમને આજે પણ ‘ઘર ચલાવવુ મુશ્કેલ થઈ પડે છે. પહેલાંના ઘણા રાજનેતાઓ આજે આર્થિક મામલે ઝઝુમી રહ્યા છે.
આ પ્રકારના તમામ રાજકીય પક્ષોના પૂર્વ ધાાસભ્યોના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત એક્સ એમએલએ કાઉન્સીલની સ્થાપના થઈ છે.
પરંતુ કમનસીબી એ છે કે પૂર્વ ધારાસભ્યોના પ્રશ્નોને કોઈ સાંભળવામાં આવતા નથી. આ એક્સ એમ.એેલ.એ કાઉન્સીલમાં અંદાજે ૮૦૦ થી ૯૦૦ પૂર્વ ધાાસભ્યોનું સંખ્યાબળ છે. ગુજરાત એક્સ એમએલએ કાઉન્સીલના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્યોમાં કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોના સમાવેશ થાય છે.સ્વાભાવિક છે કે તેમાં અંદાજે ૬૦૦ જેટલા તો કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે પૂર્વ ધારાસભ્યોના પ્રશ્નોને સાંભળવામાં આવતા જ નથી.
અંદાજે ૪૦ થી પ૦ જેટલા પ્રશ્નો કે જેમાં રહેઠાણ, પ્લોટ, આરોગ્ય, દવાના બિલ, સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાંજ એસ.ટી.બસમાં ફ્રી પાસનો સ્વીકાર કરાયો છે. હવે રેલ્વેમાં મુસાફરી કરવા અંગે રજુઆત કરાઈ છે. એસ.ટી.બસમાં મુસાફરી કરનારા માત્ર ૧૦ થી ૧ર પૂર્વ ધારાસભ્યો છે અને તે પણ મોટાભાગના ર૦૦૧ પહેલાંના પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.SSS