અહો આશ્ચર્યમ :થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં એક પણ પીધ્ધડ ના ઝડપાયો
આજના યુવા વર્ગમાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવાનો ભારે જોમ હોવાની સાથે વિદેશી દારૂની મહેફિલો માણતા હોવાની સાથે રાજ્યમાં દારૂબંધી હોવાથી યુવાનો અને લોકો રાજસ્થાનની વાટ પકડી રાજસ્થાનમાં વિદેશી દારૂની છોળો વચ્ચે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી રાત્રે અથવા વહેલી સવારે પરત ફરતા હોય છે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી અગાઉ મોટી સંખ્યામાં પીધ્ધડો થર્ટી ફર્સ્ટની રાત્રે કે પછી બીજા દિવસે પકડાયા હોવાની ઘટનાઓ બની છે એકબાજુ રાજ્ય સરકારે તમામ આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ ખુલ્લી મૂકી દેવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે ૩૧ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી,શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી એક પણ પીઅક્કડ પોલીસને હાથ ન લાગતા ભારે આશ્ચર્ય સર્જાયું છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ૩૧ ડિસેમ્બરે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન થાય તે માટે અને આંતરરાજ્ય સરહદો પરથી પોલીસ ચેકપોસ્ટ હટાવી લેતા બુટલેગરો વિદેશી દારૂ ઠાલવે નહિ તે માટે પોલીસ પેટ્રોલિંગ અને નાકાબંધી કરવાની સાથે વિવિધ તપાસ એજન્સીઓ કાર્યરત કરી વાહનચાલકોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા થી ચેકીંગ હાથધર્યું હતું ૩૧ ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રીએ અને બીજા દિવસે અરવલ્લી જીલ્લામાંથી એક પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી ન લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે
શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રતનપુર ચેકપોસ્ટ પરથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનમાં દારૂની પાર્ટી કરવા પહોંચતા હોય છે ૩૧ ફર્સ્ટ પણ મોટી સંખ્યામાં લોકો બાઈક,કાર સહીત વિવિધ વાહનો મારફતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દારૂના શોખીનોએ રાજસ્થાનની વાટ પકડી હતી અને કેટલાક લોકો દારૂની છોળો વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી રાજાપાટ માં ઘરે પહોંચ્યા હોવા છતાં પોલીસ પકડથી દૂર રહેતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે