આંખના પલકારામાં ચાર મહિલાએ સોનાની બંગડી ચોરી

પ્રતિકાત્મક
પલવલ: હરિયાણામાં આવેલા પલવલમાં મીનાર ગેટ ચોક પાસે મુખ્ય માર્કેટમાં આવેલી જ્વેલરીની દુકાનથી ચાર મહિલાઓએ સોનાની ચાર બંગડીઓને ખૂબ જ ચાલાકીથી ચોરી લીધી. પરંતુ મહિલાઓની આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. શહેર પોલીસે પીડિત જ્વેલરની ફરિયાદ તથા સીસીટીવીના આધારે અજાણી મહિલાઓની વિરુદ્ધ મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પલવલમાં પીરવાલી ગલી નિવાસી અન્નૂ જૈને જણાવ્યું કે મુખ્ય માર્કેટમાં તેમની જૈન આભૂષણ નામથી દુકાન છે.
પીડિત રોજની જેમ ૩ નવેમ્બરે બપોરે દુકાનમાં હાજર હતા. તે સમય ચાર મહિલાઓ આવી અને સોનાની બંગડીઓ જોવા લાગી. લાલ રંગના કપડામાં બેઠેલી મહિલાએ ક્ષણભરમાં જ ચાર બંગડીઓને પોતાના પર્સમાં છુપાવી દીધી. જેની કિંમત લગભગ ૨ લાખ ૮૦ હજાર રૂપિયા છે. થોડીવાર બાદ ચારેફ મહિલાઓ દુકાનથી જતી રહી.
ચોરીની આ તમામ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે બંગડીઓની ગણતરી કરવામાં આવી. ચારેય મહિલઓને માર્કેટ અને આસપાસના વિસ્તારોમાં સ્ટાફના સભ્યો દોડ્યા પણ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. પીડિત જ્વેલરે ઘટનાની જાણ પોલીસની કરી. પોલીસ તપાસ અધિકારી પ્રેમે જણાવ્યું કે પીડિતની ફરિયાદ પર અજાણી મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. સીસીટીવી ફુટેજના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે.