Western Times News

Gujarati News

આંખે -૨માં કામ કરવા તારા સુતરિયાની ઇચ્છા

મુંબઇ, ખુબસુરત તારા સુતરિયા અનીસ બાઝમીની ફિલ્મ આંખે-૨માં કામ કરવા માટે ખુબ ઇચ્છુક છે. તેની ઇચ્છા ફિલ્મને હાંસલ કરી લેવાની છે. તારા સુતરિયા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં મિલાપ ઝવેરીની ફિલ્મ મરજાવામાં તે સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે. જ્યારે સાજિદ નડિયાદવાળાની ફિલ્મ આરએક્સ ૧૦૦ની રીમેક ફિલ્મમાં પણ તે નજરે પડનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે આંખે ફિલ્મના બીજા ભાગમાં પણ કામ કરવા માટે ઇચ્છુક છે. પ્રથમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની પાસે અનેક સારી અને મોટા બજેટની ફિલ્મ આવી રહી છે.

ખુબસુરત તારા સુતરિયાએ કરણ જાહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયા જારદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા વધી હતી. તેની પાસે આ ફિલ્મ બાદ નવી કેટલીક ફિલ્મો આવી ગઇ છે. તારા અંગે માહિતી ધરાવનાર લોકો જાણે છે કે તે સિંગિંગ ટેલેન્ટ પણ ધરાવે છે. તે હવે પ્લે બેક સિગિંગના ક્ષેત્રમાં પણ ભાગ્ય અજમાવવા માટે ઇચ્છુક છે. તે પોતાની ફિલ્મના ગીતો પોતે ગાવવા માટેની ઇચ્છા ધરાવે છે.

તારા સુતરિયાએ કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે પહેલાથી ઇચ્છુક હતી. જા કે બોલિવુડમાં કેરિયર બનાવવા માટેનુ તેનુ સપનુ રહ્યુ નથી. હવે જ્યારે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ છે ત્યારે તેની ઇચ્છા કમ સે કમ પોતાની ફિલ્મોના ગીત ગાવવા માટેની રહેલી છે. એક ઇન્ટરવ્યુમાં તારા સુતરિયાએ કહ્યુ હતુ કે તે ૧૫ વર્ષની વયથી સ્ટેજ પરફોર્મ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે સારી રીતે જાણે છે કે તે એક દિવસે સિંગર પરફોર્મર બની જશે. તેનુ કહેવુ છે કે તેના પર જે ગીતો બનનાર છે તે તમામ ગીતો તે પોતે ગાવવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે ટુંક સમયમાં જ ચાહકોને તેના સિંગિગ ટેલેન્ટને જાવાની પણ તક મળી જશે. ખુબ ઓછા લોકોની પાસે આ માહિતી છે કે તારા સુતરિયા કેટલાક સોલો કોન્સર્ટમાં પરફોર્મ કરી ચુકી છે. કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર્સની સાથે ગીત રિકોર્ડ કરાવી ચુકી છે. તારાને સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે અભિનેત્રી તરીકે એન્ટ્રી કરવાની તક મળી હતી. તારા સાથે અનીસની ટીમ વાતચીત કરી ચુકી છે. મલ્ટીસ્ટારર ફિલ્મમાં તેની જગ્યા થઇ શકે છે કે કેમ તેના પર તમામની નજર રહેશે. આ ફિલ્મ આંખેની સિક્વલ ફિલ્મ છે. જેમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પરેશ રાવલ અર્જુન રામપાલ અને સુષ્મિતા સેનની ભૂમિકા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.