આંગડિયા દ્વારા બિન અધિકૃત રીતે નાણાં મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી.
(પ્રતિનિધિ)ભરૂચ, આંગડિયા દ્વારા મોકલવામાં આવતા બિન અધિકૃત નાણાં ના કૌભાંડ નો પર્દાફાશ કરી ભરૂચ એસ.ઓ.જી પોલીસે રૂપિયા વીસ લાખ ની રોકડ મળી કુલ રૂપિયા ૨૦,૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ની અટકાયત કરી હતી.
એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર પી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ ની ટિમ એ.ટી.એસ ચાર્ટર મુજબ ની કામગીરી માં હતા તે દરમ્યાન મળેલ બાતમી ના આધારે ભરૂચ ના મક્તમપુર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સીટી સામે વોચ માં હતા તે સમયે એક્ટિવા પર બે ઈસમો પસાર થતા તેઓ ને અટકાવી તપાસ કરતા તેમની પાસે થી રૂપિયા ૨૦,૧૦,૦૦૦ ની જુદા જુદા દર ની ભારતીય ચલણ ની નોટો મળી આવી હતી.
આ ચલણી નોટો અંગે ની પૂછતાછ કરતા તેઓ પાસે બેન્ક સ્ટેટમેન્ટ કે અન્ય કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.જેના આધારે એસ.ઓ.જી પોલીસે એક્ટિવા પર સવાર અંકલેશ્વર નવી નગરી સામે આવેલ શિલ્પકૃતિ એપાર્ટમેન્ટ માં રહેતા પંકજભાઈ મવાણી તથા લલ્લુભાઈ ચકલા ના સરદાર એપાર્ટમેન્ટ માં રહેતા ફૂલચંદભાઈ પટેલ ની અંગ ઝડતી ના રૂપિયા ૫૦,૦૦૦,બે મોબાઈલ અને એક્ટિવા મળી કુલ રૂપિયા ૨૦,૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી કાયદાકીય તપાસ હાથ ધરી છે અને રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તેની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ શહેર જીલ્લા માં બિન અધિકૃત રીતે હવાલા માર્ફતગે નાણાં મોલવામાં આવતા હોવાના બનાવો અવારનવાર પ્રકાશ માં આવતા રહે છે તેમાં આ બનાવ બાદ વધુ એક નો ઉમેરો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ તપાસ માં શું બહાર આવે છે તે જોવું રહ્યું.