આંગડિયા પેઢીના માલિક સાથે રૂ.૮ લાખની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ: સરખેજમાં આવેલી આંગડીયા પેઢીના માલિકે એક વ્યક્તિને રૂપિયા સવા આઠ લાખ ચુકવી દીધા બાદ પોતાના રૂપિયા માટે રાપર ખાતેની બ્રાંચનો સંપર્ક કરતા ત્યાંના બે કર્મીઓ આંગડીયા માટે આવેલા સવા આઠ લાખ રૂપિયા લઈ ભાગી ગયા હોવાની જાણ થતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એન.આર. આંગડીયા પેઢી સરખેજ આણંદ સર્કલની બાજુમાં અમીન કોમ્પલેક્ષમાં આવેલી એન.આર આંગડીયાની બ્રાંચ ભારતભરમાં આવેલી છે પેઢીના માલીક યોગેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ ૧૦મી જાન્યુઆરીએ બપોરે પેઢીની મુખ્ય ઓફીસ સી.જી.રોડ પરથી અમીતભાઈ ઠક્કરને આઠ લાખ વીસ હજાર આપવાનો મેસેજ આવ્યો હતો જે અનુસાર યોગેશભાઈએ અમીતભાઈને ફોન કરી રૂપિયા આપી દીધા હતા બાદમાં તેમણે ચૂકવેલી રકમ સી.જી.રોડ પર આવેલી મુખ્ય બ્રાંચમાં લેવા જતાં ભાગીદાર કલ્પેશભાઈએ રાપર ખાતે પેઢીના ત્યાંના કર્મચારી મહેન્દ્ર મઢવી અને ભરત મઢવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો
જાકે તે ન થઈ શકતા વધુ તપાસ કરતા બંને કર્મીઓ આઠ લાખ વીસ હજારની રોકડ લઈ પેઢીને તાળાં મારી ભાગી ગયા હોવાની તેમને જાણ થઈ હતી. પોતાની રીતે ઘણી શોધખોળ કરવા છતાં બંનેમાંથી કોઈનો સંપર્ક ન થઈ શકતા છેવટે યોગેશભાઈએ બંને વિરૂધ્ધ સવા આઠ લાખની ઠગાઈની ફરીયાદ નોંધાવી છે.