Western Times News

Gujarati News

આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની આંગણવાડીના ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોના હિતમાં સંવેદનાસભર નિર્ણય કરી આ માસૂમ ભુલકાઓ માટેની ગણવેશ યોજનાનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના થકી છોટાઉદેપુર જિલ્લાની ૧૧૮૨ આંગણવાડીના ૪૦૬૦૬ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ૩૫ હજારથી વધુ આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ સમારંભ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો
3 થી 6 વર્ષના દરેક બાળકને બે જોડ યુનિફોર્મ વિતરણ આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૬ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. રાજ્યની તમામ 53029 આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના કુલ 14 લાખ બાળકોને યુનિફોર્મ મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા આ સંવેદનાસભર નિર્ણયથી રાજયની ૫૩,૦૨૯ આંગણવાડીના ૧૪ લાખ બાળકોને ૩૬.૨૮ કરોડના ખર્ચે ગણવેશ વિતરણ કરવામાં આવશે.
રાજ્ય કક્ષા એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડી ના બાળકો ને ગણવેશ વિતરણ ના યોજાયેલા કાર્યક્રમ ના ભાગ રૂપે આણંદ જિલ્લાના આંગણવાડી ના ૫૨૮૯૪ ભૂલકાં ઓ ને પણ ગણવેશ , સેનેટાઈઝર, માસ્ક અને હાથ રૂમાલ અર્પણ કરવામાં આવ્યા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.