આંગણવાડીની બહેનોને કર્મચારી ગણી ગ્રેચ્યુટીનો લાભ આપવા આદેશ
નવી દિલ્હી, ગુજરાતની આંગણવાડીની બહેના માટે સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કરેલી પુનઃવિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેચ્યુટીના લાભ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુનઃવિચારણાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે,આઈસીડીએસને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા. તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈને ૨૦૨૨માં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરોને કર્મચારી તરીકેના લાભો આપવાના આદેશ આપ્યા હતા. જેમાં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ લાગુ પાડવા તેમજ નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુટી ચૂકવવા જણાવ્યું હતું.
કોર્ટના આ આદેશ સામે ગુજરાત સરકારે ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પુનઃવિચારણાની અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતા આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો. SS2SS