આંગણવાડીમાં ગરમ નાસ્તા અને ગેસ સિલિન્ડરના બિલો મેળવવા ધરમધક્કા
દર માસે ચુકવવાનો બિલો બે વર્ષ સુધી ન ચૂકવાતાં તાલુકા સભ્યની રજૂઆત
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ : સંજેલી તાલુકામાં ચાલતી આંગણવાડી કેન્દ્રમાં 18 માસથી ગરમ નાસ્તાના બિલો અને 3 વર્ષ થી ગેસ સિલિન્ડર સહિતના બિલોનું ચૂકવણું ન થતા આંગણવાડી કેન્દ્રની બહેનોને રજૂઆતને ધ્યાને લઇ તાલુકા સભ્યની લેખિત રજૂઆત તાલુકામાંથી દરવર્ષે ગેસ સિલિન્ડર ના બિલો icds વિભાગ મા ચુકવણુ થાય
પરંતુ આંગણવાડી કેન્દ્રોમાં ચુકવણું ન થતાં આશ્ચર્ય સર્જાયું સંજેલી તાલુકા મા 137 આંગણવાડી કેન્દ્ર મા 12133 બાળકો નોંધાયેલા છે આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા 18 માસથીશાકભાજી ફળફળાદી મરચું મસાલા જેવા ગરમ નાસ્તાના બિલો ચૂકવવામાં આવ્યા નથી સાથે સાથે વર્ષે 2017 થી ગેસ સિલિન્ડરના બીલો પણ ચૂકવવામાં આવ્યા નથી ત્યારે આંગણવાડી કેન્દ્ર ની બહેનો નજીવા પગારે નોકરી કરતા હોય છે ત્યારે આટલા બધા મહિના સુધી બિલો ચૂકવવામાં આવ્યા નથી
સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રો કઈ રીતે ચલાવવામાં આવે છે તે પણ એક તાલુકા અધિકારીઓ પર સવાલ પેદા થાય છે બાળકોને પોતાના હકનું પૂરતું ફળફળાદી તેમજ ગરમ નાસ્તા વાળું ભોજન આપવામાં આવે છે કે કેમ દર માસે ચૂકવવામાં આવતા બિલો પણ બબ્બે ત્રણ વર્ષ સુધી કેમ ચૂકવવામાં આવતા નથી સંજેલી તાલુકાની આંગણવાડીઓમાં સમયસર ગેસ સિલિન્ડર ગરમ નાસ્તા નાણાં ચૂકવવામાં આવે તેમજ સમયસર પગાર કરવામાં આવે તેવી તાલુકા પંચાયતના સભ્ય લલિતકુમાર બારિયાએ આઈસીડીએસ શાખામાં લેખિત રજૂઆત હતી
જવાબ સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં ગેસ સિલિન્ડરની રકમ દર વર્ષે આઇસીડીએસ શાખા માં ચૂકવણું કરવામાં આવે છે ચાલુ વર્ષના સિલિન્ડરના પૈસા બાકી છે ગરમ નાસ્તાના બિલો ઓગસ્ટ 2018 થી એપ્રિલ 2018 સુધીના 8 માસ ના બિલો આવ્યા હતા તે પણ ચૂકવી દેવામાં આવ્યા છે તાલુકા વિકાસ અધિકારી એસ જે ભરવાડ જવાબ સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ગરમ નાસ્તાના બિલો દર મહિને ચુકવવાના થતા હોય છે 18 માસ ના બિલો બાકી છે જેના એક સાથે 8 માસ ના બિલો ચુકવણુ નુ કામ ચાલુ છે
જ્યારે ગેસ સિલિન્ડરના બિલો કેટલા વર્ષના બાકી છે તે જોવું પડશે હાલ ગેસ સિલિન્ડરના રેગ્યુલર એક બિલ ચૂકવવામાં આવશે. આઇસીડીએસ શાખા ક્લાર્ક ભાનુભાઇ ડામોર તાલુકાપંચાયત શાખામાંથી દર વર્ષે ગેસ સિલિન્ડરના બિલો આઇસીડીએસ વિભાગને ચૂકવવામાં આવે છે ત્યારે બિલોનું ચૂકવણું આંગણવાડી કેન્દ્રમાં કેમ થતું નથી આ બાબતે જિલ્લાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.