આંગણવાડી- મેલેરિયા વર્કર પણ કોરોના પોઝિટિવ જાહેર થયા
ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો મળતા ન હોવાની ફરિયાદ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. દેશ માં મુંબઇ અને જયપુર બાદ અમદાવાદમાં સૌથી વધુ કેસ કન્ફર્મ થયા છે. કોરોના ની ઝપટમાં સામાન્ય નાગરિકો ની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ આવી ગયા છે. શહેર પોલીસ વિભાગના ના ત્રણ કર્મચારીઓ પોઝિટિવ જાહેર થયા છે.
જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના 20 જેટલા કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. 15 એપ્રિલે એલ.જી હોસ્પિટલમાં 2 તબીબ સહિત 5 કેસ કન્ફર્મ થયા બાદ આજે વધુ 5 રીપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો આપવામાં આવ્યા ન હોવાથી આંગણવાડી અને મેલેરિયા વર્કર કોરોનાનો ભોગ બની રહયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 20 કર્મચારીઓમાં કોરોના વાયરસ હોવાના રિપોર્ટ આવ્યા છે. 15 એપ્રિલ સાંજે જાહેર થયેલા રિપોર્ટ મુજબ 15 કર્મચારીઓ પોઝિટિવ જાહેર થયા હતા જેમાં (1) ફાતિમા શેખ – આંગણવાડી વર્કર (2) જાવેદ શેખ – જનમાર્ગ ડ્રાઇવ (3) અજય પરમાર – એસ.વી.પી. વોર્ડ બોય (4) મોહમ્મદ સાદિક – ડ્રાઇવર (5) અફઝલ ખાન પઠાણ – કંટ્રોલરૂમ ઓપરેટર (6) મિતેષ ગોહેલ – MPHW (7) ધવલ ઠક્કર – ડેટા ઓપરેટર , એપેડેમીક (8) હાફીઝખાન પઠાણ – એએમટીએસ ડ્રાઈવર
(9) મનુભાઇ મકવાણા – મેલેરિયા મજૂર (10) સોહેબ પઠાણ – મેલેરિયા મજૂર (11) ડો. રવીના ચાવડા – રેસી.ડોક્ટર એલ.જી. (12) ડો. જૈમીન શાહ – રેસી. ડોક્ટર એલ.જી. (13) ડો. હિતેશ તોરાની – રેસી. ડોક્ટર એલ.જી. (14) લીના ચાવડા – સ્ટાફ નર્સ (15) દેવેન ભટ્ટ – આસી. મ્યુનિસિપલ કમિશનર..
મ્યુનિસિપલ કોર્પોરેશન ના જે કર્મચારીઓ કોરોના ની ઝપટમાં આવ્યા છે તેના માટે તંત્ર જ જવાબદાર છે.
આંગણવાડી વર્કર, મેલેરિયા મજૂર સહિત તમામ સ્ટાફને પ્રોટેક્શન ના પૂરતા સાધનો આપવામાં આવ્યા નહતા જેના માટે અલગ અલગ યુનિયન ઘ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે.
તેમછતા સફાઈકર્મી, આશા વર્કર, મેલેરિયા વર્કર, આંગણવાડી વર્કર , ફાયરકર્મી ની જિંદગી સાથે સતત ચેડાં થઈ રહયા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.