આંજણા ચૌધરી પટેલ સમાજના યુવાનો ધ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સિલાસણ ગામમાં શ્રી ઉત્તર બારેશી આંજણા ચૌધરી પટેલ સમાજના યુવાનો ધ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.સ્વ. સંજયભાઈ શાંમળભાઈ પટેલ,બિપીનભાઈ નારાયણભાઈ પટેલના સ્મરણાર્થે શ્રધ્ધાંજલી અર્પવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ક્રિકેટના માધ્યમથી રૂપિયા એકત્રીત કરીને ગૌ-શાળામાં દાન અર્પણ કરાયું હતું.શ્રી ઉત્તર બારેશી આંજણા ચૌધરી પટેલ સમાજના યુવાનો ધ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ- જીત ત્રિવેદી, ભિલોડા)