આંજણા યુવક મંડળ ગુજરાતના સહયોગથી કોરોના સામે ઉપયોગી દવાનું વિતરણ

બાયડ: આંજણા યુવક મંડળ ગુજરાત ધ્વારા અરવલ્લી જિલ્લા ના શિણોલ તથા વડાગામ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ની સામે ઉપયોગી દવા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાક્ટર દુર્ગેશ નવીનભાઈ પટેલ સાઈ ક્લિનિક સામખીયાળી નવી શિણોલ દ્વારા શિણોલ તેમજ વડાગામ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં શિણોલ, નવી શિણોલ, ભેંસાવાડા,અમરગઢ કંપા, પુંસરી પંચાયતો માં આર્સેનિક આલ્બમ ૩૦ હોમિયોપેથીક દવા જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરેલી દવા છે જે કોરોના સામે ઈમ્યુનિટી પાવર વધારવા માટે ખૂબજ ઉપયોગી છે. આ દવાનું ઘરે ઘરે જઈ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન મા આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ પટેલે સાથ અને સહયોગ આપ્યો હતો.સાથે અરવલ્લી જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા રાજુભાઈ પટેલ,શ્રી હિમાંશુભાઈ પટેલ,મુકુંદભાઈ ગોર સામાજિક આગેવાન ઓમપ્રકાશભાઈ, અનિલભાઈ ભેંસાવાડા વગેરે એ સાથ સહકાર આપ્યો હતો.