Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને પ્રવેશોત્સવની ઉજવણી

નડિયાદ, આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ તથા એમ.એસ. ભગત અને સી.એસ. સોનાવાલા લો કોલેજના સયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી નિમિત્તે સોનાવાલા લો કોલેજ નડીઆદ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી આર.એલ. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ તથા જનજાગૃતિ- કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોનાવાલા લો કોલેજના આચાર્ય અનીલ પંડયાએ આમંત્રિત મહેમાનો તથા નવિન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શાબ્દિક અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરતા પ્રવચન આપેલ કે એલ.એલ.બી. નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજમાં સ્વર્ય શિસ્ત જાળવીને ખૂબ જ રસપૂર્વક અભ્યાસ કરવાની સાથે સાથે કોર્ટ પોલીસ સ્ટેશન, બાળ સંરક્ષણ ગૃહ વિગેરે મુલાકાત કરીને પોતાની જાતને એક ઉમદા વકીલ અને જવાબદાર નાગરિક બનીને સામાજિક સેવા કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આજના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એલ. ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આજે વિશ્વમાં જે કોઈપણ રીતે સામાજિક સમરસતા અને કાયદો અને વ્યવસ્થા જળવાય છે જે માનવજાત માટે ખુબ જ જરૂરી છે તે માત્ર ને માત્ર કાયદો અને ન્યાય વ્યવસ્થાને જ આભારી છે તેથી જ સમગ્ર વિશ્વમાં કાયદો અને ન્યાય વ્યવસ્થાને વધુ મજબુત અને અસરકારક કરવાના હેતુસર તા.૧૭ જુલાઈને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આજના આ કાર્યક્રમનું સમગ્ર આયોજન વ્યવસ્થા અને સંચાલન સોનાવાલા લો કોલેજના પ્રોફેસર નયના ભારત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ પ્રોફેસર દિપાલી એ. પુરોહિત દ્વારા કરવામાં આવી હતી જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના કર્મચારીગણ, સોનાવાલા લો કોલેજના પ્રોફેસરઓ કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ સહિત કુલ-૩૦૦ જેટલા લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.