આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર

નવીદિલ્હી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટેની તેની સુધારેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, સામાજિક અંતર જાળવવા માટે એરલાઈન્સે હવે ફ્લાઇટમાં ત્રણ બેઠકો ખાલી કરવાની જરૂર રહેશે નહીં, આને દૂર કરવામાં આવ્યું છે. નવી સુધારેલી માર્ગદર્શિકા મુજબ, હવે ક્રૂ સભ્યો માટે સંપૂર્ણ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો અથવા પીપીઇ કીટની જરૂર નથી.
નવી માર્ગદર્શિકા મુજબ, એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાે કે, એરપોર્ટ અને પ્લેનમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.
જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે, ૨૩ માર્ચ, ૨૦૨૦ થી શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ, એર બબલ વ્યવસ્થા હેઠળ, જુલાઈ ૨૦૨૦ થી ભારત અને લગભગ ૪૫ દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં સારવાર હેઠળના કેસોમાં ૪,૭૮૯ નો ઘટાડો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક ચેપ દર હવે ઘટીને ૦.૨૫ ટકા પર આવી ગયો છે જ્યારે સાપ્તાહિક ચેપ દર ૦.૨૯ ટકા છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૨૪,૮૦,૪૩૬ થઈ ગઈ છે.
જ્યારે મૃત્યુ દર ૧.૨૧ ટકા નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૪,૧૦૦ લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને ૫,૨૦,૮૫૫ થયો છે.HS