આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો 30 નવેમ્બર સુધી રદ્દ : DGCA
કોરોના વાયરસ સંકટના કારણે શેડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી સેવાઓને હવે 30 નવેમ્બર 2020 સુધી રદ્દ કરી દેવામાં આવી છે. ડીજીસીએએ બુધવારે આ અંગે જાણકારી આપી છે. આ પહેલા કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ફ્લાઈટ સેવાઓ ઉપર લાગેલા પ્રતિબંધોને 31 ઓક્ટોબર 2020 સુધી વધારી હતી.
ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે બે મહિનાના અંતરાલ બાદ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટોને શરૂ કરવામાં આવી હતી. તે બાદ વિદેશમાં ફસાયેલા યાત્રિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું છે. અને ઘણા દેશોની સાથે એર બબલનો કરાર કરવામાં આવ્યો છે. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ-19 ડોમેસ્ટિક અધિકતમ 60 ટકા સંચાલન કરવાની મંજૂરી છે. આ વર્ષે જૂનમાં કુલ 19.84 લાખ યાત્રિકોએ ડોમેસ્ટિક યાત્રા કરી છે. ડીજીસીએ જણાવ્યું કે, 25 મેથી 31 મેની વચ્ચે 2.81 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.