આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ પર ૧૫ જુલાઈ સુધી પ્રતિબંધ
નવી દિલ્હી: રેલ્વે પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે પણ સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ સેવાઓ પર ૧૫ જુલાઈ સુધી પ્રતિબંધ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન ઘરેલું હવાઈ સેવા ચાલુ રહેશે. આ હુકમ ફક્ત ડી.જી.સી.એ. દ્વારા માન્ય કાર્ગો વિમાન અને વિશેષ વિમાનને લાગુ પડશે નહીં.
કોરોનાને કારણે ૨૫ માર્ચે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. તે પહેલાં, ૨૩ માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલાં તે ૨૯ માર્ચ સુધી એક અઠવાડિયા માટે હતું, જે પછીથી લ ર્ઙ્મષ્ઠાકડાઉન સાથે વધારવામાં આવ્યું હતું. આ અગાઉ ૨૫ જૂને રેલ્વેએ કહ્યું હતું કે ૧૨ ઓગસ્ટ સુધી ટ્રેનોની નિયમિત દોડ નહીં થાય.
આ સમય દરમિયાન માત્ર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. જુના રેલ્વે ઓર્ડર મુજબ ૩૦ જૂન સુધીમાં ટ્રેનનું સંચાલન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો કોઈએ ૧ જુલાઈથી ૧૨ ઓગસ્ટ દરમિયાન ટિકિટ બુક કરાવી છે, તો તે સંપૂર્ણ રિફંડ મેળવશે. ભારતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.