આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘સ્કીમ’ની જાહેરાતમાં ઠાગાઠૈયા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે મહિલાઓને માન,સન્માન આપવાની સાથે સમાજમાં કામ કરતી અનેક મહિલાઓની કદર રૂપે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ લાખ્ખો મહિલાઓ-બહેનો છે જે અલગ અલગ સ્તરે કામ કરે છે. કોલેજાે- શાળાઓમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે તેમને સન્માન કે લાભ આપવાની વાત આવે છે ત્યારે સમાજ પાક્કો વ્યવસાયી બની જાય છે.
આજે સેંકડો મહિલાઓ બહાર નીકળી હશે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે તેમની કદરરૂપે કેટલા સ્થળોએ મહિલાદિન નિમિત્તે વસ્તુની ખરીદી પર ડીસ્કાઉન્ટ મળ્યુ કે ટ્રાન્સ્પોર્ટેશનમાં અમુક સમય પૂરતો ફરવાનો લાભ મળ્ર્યો.
આપણે ત્યાં વાતો ખુબ મોટી મોટી થાય છે. એવોર્ડ સમારંભો પણ યોજાય છે. ફોટાઓ પડાય છેે પછી છૂટા પડી જવાનુૃ. ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ રીયાલીટી ચેક કરીને ત્રણ-ચાર સ્થાનો પર જઈને પૂછ્યુ કે આજે વિશ્વ મહિલા દિવસ’ મહિલાઓને તેમણે શુૃ લાભ આપ્યો?? ઉદાહરણ તરીકે શાળા-કોલેજાેની વિદ્યાર્થિનીઓ પિત્ઝા ખાવાની શોખીન હોય છે તો ‘પિત્ઝા’ વાળાઓએ આજે મહિલા દિવસે ખાસ ડીસ્કાઉન્ટ રાખ્યુ હતુ.
તમે ભલે બધી મહિલાઓને ખાવા પર ડીસ્કાઉન્ટ ન આપી શકો. પરંતુ પ્રથમ બે-પાંચ મહિલાઓને તેનો લાભ આપી શકો. એવી જ રીતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવતી મહિલાઓને ખાસ ડીસ્કાઉન્ટ અપાયુ કે કેમ?? ત્યાં પણ એ જ પ્રકારનો જવાબ મળ્યો હતો.
જાે કે અમુક સ્થળોએ મહિલા દિવસે કંઈક રાહત મળી હોય એવુૃ બની શકે. પરંતુ સરકાર હસ્તક ખાદીની દુકાનોમાં પણ કોઈ સ્કીમ નહોતી. અહીંયા કહેવાનો મતલબ એ છે કે મહિલા દિવસ નિમિત્તેે વાતો બહુ મોટી મોટી થાય છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટી અલગ જણાય છે.
બીઆરટીએસ કે લાલ બસમાં પણ મહિલા દિવસ નિમિત્તે કોઈ ખાસ સ્કીમ નહોતી. જાે કે લાલ બસમાં તો સવારે ૧૧ વાગ્યે રૂા.ર૦ની ટીકીટ મહિલાઓને આપવામાં આવે છે તે આવકારદાયક છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે એે દિવસે મહિલાઓને તેમને ચીજવસ્તુ ખરીદવાની,ખાવાની વસ્તુઓ પર થોડુ ઘણુૃ ડીસ્કાઉન્ટ તો આપવુ જ જાેઈએ. આ વાત ફરજીયાત નથી. પરંતુ એના દ્વારા ‘મહિલા દિવસ’ નિમિતે સમાજ પણ મહિલાઓનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરી શકે છે.