Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર કલાકારો યોગા કરવા માટે શું કહે છે?

ભારતીય સાધુ- સંતોએ યોગા પરાપૂર્વથી શરીર અને મન વચ્ચે જોડાણ સ્થાપિત કરવાની સૌથી અસરકારક પદ્ધતિમાંથી એક હોવાનું કહ્યું છે. દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવામાં આવે છે, જે તેનું મૂલ્ય અને માનવી શરીરને કઈ રીતે શાતા આપે છે તે આલેખિતકરે છે.

આ યોગા દિવસ પર એન્ડટીવીના કલાકારો બાલ શિવનાં મૌલી ગાંગુલી (મહાસતી અનુસૂયા), સિદ્ધાર્થ અરોરા (મહાદેવ), ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા (શાંતિ મિશ્રા), હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી (કટોરી અમ્મા), ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી) અને આસીફ શેખ (વિભૂતિ મિશ્રા)તેઓ યોગા શા માટે કરે છે અને તેનાથી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે કેવા ફાયદા છે તે વિશે વાત કરે છે.

એન્ડટીવી પર બાલ શિવની મૌલી ગાંગુલી ઉર્ફે મહાસતી અનુસૂયા કહે છે, “યોગા મારા તાણયુક્ત જીવન વચ્ચે મારે માટે રિટ્રીટ છે. કસરતનો અભાવ, અનિદ્રા અને ખાવાની ખરાબ આદતો કલાકારો માટે સૌથી મોટી ચિંતા છે, કારણ કે તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર તીવ્ર અસર થતી હોય છે.

આથી રોજ યોગા કરવાનો અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવાનો મારો વણલખ્યો નિયમ છે. નિયમિત યોગા કરનાર તરીકે હું માનું છું કેયોગા અને પ્રાણાયમ મારાં લક્ષ્યો સુધી પહોંચવા માટે સૌથી પ્રાચીન અને સૌથી અજમાયશ કરેલી અને અસલ પદ્ધતિ છે. યોગા મારે માટે ઉપચારનું સ્વરૂપ છે. “દરેકને યોગાનો સુંદર દિવસ રહે એવી શુભેચ્છા.”

એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે, “યોગાએ મને નકારાત્મક ભાવનાઓને પ્રતિસાદ આપવા માટે પરિપૂર્ણ રીત આપી છે. જીવનના કઠોર સંઘર્ષને આસાનીથી ઝીલવા અને આશાવાદી અને હંમેશાં કેન્દ્રિત રહેવામાં મને મદદ થતું ઉત્તમ માધ્યમ છે.

મેં બહેતર પરફોર્મર બનવા માટે યોગા શરૂ કર્યું હતું. યોગાથી મારી શારીરિક અંગસ્થિતિ, જીવનશક્તિ અને એકાગ્રતા વધ્યા છે. હું નિયમિત આસન, પ્રાણાયમ, ધ્યાન અને મંત્રોચ્ચાર સાથે દિવસની શરૂઆત કરું છું.

યોગા મારા મન અને શરીર માટે આરામ આપવા સૌથી ઓર્ગેનિક અને પ્રોડક્ટિવ રીત છે. આ યોગા દિવસ પર હું બધાને તેમના ભાવનાત્મક, શારીરિક અને માનસિક કલ્યાણ માટે જીવનમાં અમુક યોગા સમાવવા અનુરોધ કરું છું. “બધાને યોગા દિવસની શુભેચ્છા.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “નિખાલસતાથી કહું તો મને યોગા કરવાનું અને લોટસ પોઝ અથવા ત્રિકોણાસન રોજ 20 મિનિટ કરવાનું ગમે છે.

મને ડાયાબીટીસ છે અને ત્રિકોણાસન મારે માટે દવાનું કામ કરે છે અને આ શારીરિક દર્દને મારી શક્તિમાં ફેરવવામાં મદદ થાય છે.

તમારી ઉંમર વધતી હોય ત્યારે તમારે મજબૂત અથવા લવચીક હોવું જરૂરી નથી. હંમેશાં સારું દેખાવું જોઈએ એવું જરૂરી નથી. જોકે યોગા કરવું તે પોતાને માટે લાભદાયી હોય છે.

પોષક અને સક્ષમ રીત પોતાને માટે બતાવવા માટે સમય આપવાની આ બાબત છે. મેં ધ્યાનમાં ઘણો સમય વિતાવું છું, જે મને શાંત રાખે છે, જેને લીધે ફળદ્રુપ જીવનશૈલી જીવું છું. હું યોગા કરતી હોઉં ત્યારે બહુ સારું લાગે છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “ઘણા લોકો મને મારા ક્રોધ વિશે પૂછે છે. આથી રોગહર તરીકે મેં જીવનની રીત તરીકે યોગા અપનાવ્યું છે, જે મને શાંતરાખે છે. મેં ભીતર શાંતિ જાળવવા યોગા શરૂ કર્યું છે.

મને સૂર્યનમસ્કાર કરવાનું ગમે છે, કારણ કે તે મને આખું શરીર સ્ટ્રેચ કરવા મદદ કરે છે અને મારા મનને રિલેક્સ કરે ચે. યોગા સમકાલીન વિજ્ઞાન છે, જે બહુ લાભદાયી છે અનેમને લાગે ચે કે બધાને મારી જેમ યોગાથી લાભ થી શકે છે. આપણે ફક્ત આંતરરાષ્ટ્રીય દિવસે તેની ચર્ચા નહીં કરવી જોઈએ. તે આપણા રોજબરોજના જીવનનો ભાગ હોવા જોઈએ. મારે માટે મારી યોગા મેટ ચમત્કારી ચાદર છે. ખરેખર યોગા તમારા જીવનમાં વર્ષો ઉમેરે છે અને તમારા વર્ષોમાં જીવન ઉમેરે છે. “બધાને યોગા દિવસની શુભેચ્છા.”

એન્ડટીવી પર બાલ શિવમાં સિદ્ધાર્થ અરોરા ઉર્ફે મહાદેવ કહે છે,“આપણે એવા અનિશ્ચિત સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં સામાજિક, પર્યાવરણીય અને નાણાકીય અસ્થિરતા આપણી મોટી ભાગની દુનિયા પર હાવી થઈ જાય છે. જીવનના આ ચઢાવઉતારના સંજોગો વચ્ચે યોગા કરવાનું તે પરિપૂર્ણ સ્વાસ્થ્ય કલ્યાણ હાંસલ કરવાની મારી ગોપનીય ચાવી છે.

જીવનમાં સૌથી ખરાબ સમયમાં હું એકાગ્રતા ગુમાવું છું ત્યારે યોગા મારા મન, અંતર અને શરીરને ફરીથી નૈસર્ગિક શાંતિ, આરામ અને સંતુલનમાં લાવવામાં સહાય કરે છે. યોગામારી અભિનય ક્ષમતાઓમાં એકાગ્રતા રાખવા મને મદદ કરે છે. હું જ્યારે પણ વતન જાઉં છું ત્યારે પ્રાણાયામ અને લાફ્ટર યોગા ગંગા નદીના ઘાટ નજીક કરું છું, જેનાથી મારા રોજના જીવનનો તાણ દૂર થાય છે. યોગા દિવસ પર હું દરેકને યોગા કરવા માટે સૂચન કરું છું. તે તમારું જીવન બદલી નાખશે.

 

 

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે,“પડદા પર ફ્રેશ, બ્રાઈટ અને હાસ્યસભર દેખાવું તે ક્યારેય આસાન નથી. અમુક વાર મારે એકલાએ બેસીને શાંત રહેવું પડે છે. આવા સંજોગોમાં યોગા, ધ્યાન મારે માટે આરોગ્યવર્ધક દવાનું કામ કરે છે. યોગાએ મને કલાકાર તરીકે માનસિક અને શારીરિક આકર્ષકતા પ્રત્યે નવો અભિગમ શીખવ્યો છે. મારે રોજ લાંબો પ્રવાસ કરવો પડે છે, જેથી હું કારમાં જ મોટે ભાગે યોગા અને ધ્યાન કરું છું. સેટ પર જતાં હું પદ્માસન કરું છું અને પાચન માટે થોડી મિનિટ ત્રિકોણાસનમાં બેસું છું. યોગા મને દરેક રીતે મદદ કરે છે અને મારા બધા ચાહકો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે એવી અપેક્ષા રાખું છું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.