આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં કડાકો
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી, કોરોના વાઈરસની અસર થતાં અન્ય આંતરરાષ્ટ્રીય કારણોસર ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમ્યાનમાં આંતરરાષ્ટરીય સ્તરે ક્રુડ માર્કેેટમાં કડાકો બોલ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા મોટા ધરખમ ઘટાડાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ નોંધપાત્ર પ્રમાણમાં ઘટશે એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યુ છે. જા કે કેન્દ્ર સરકાર પેટ્રોલ- ડીઝલની એકસાઈઝ ડ્યુટી ઘટાડશે તો તેનો લાભ ગ્રાહકોને મળી શકે તેમ છે.
કોરોના વાયરસને કારણે વૈશ્વિક શેરબજાર ધરાશાયી થઈ ગયું છે. તો હવે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે એવા સંજાગોમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે અને તેનો લાભ સામાન્ય નાગરીકોને મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.