આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલી હર્શીસની ચોકલેટની રેન્જ હવે ભારતમાં મળશે
હર્શીસની આઇકોનિક કિસ્સીસ ચોકલેટ, હર્શીસનાં બાર અને હર્શીસ એક્સોટિક ડાર્ક રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે
મુંબઈ, ધ હર્શીસ કંપનીનો ભાગ હર્શીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્નેકિંગમાં અગ્રણી છે અને ઉત્તર અમેરિકામાં ગુણવત્તાયુક્ત ચોકલેટ્સમાં સૌથી મોટી ઉત્પાદક છે. હવે કંપની આખા ભારતમાં એની અતિ લોકપ્રિય સ્વાદિષ્ટ ચોકલેટ ઉપલબ્ધ કરાવશે. આખા દેશમાં ગ્રાહકો હવે હર્શીસની કિસ્સીસ ચોકલેટ, હર્શીસનાં બાર્સ અને હર્શીસની એક્સોટિક ડાર્કનો અનુભવ લઈ શકે છે.
110 વર્ષ જૂની આઇકોનિક હર્શીસની કિસ્સીસ ચોકલેટ એનાં અલગ આકારને કારણે વિશિષ્ટ છે. દરેક ચોકલેટને કાળજીપૂર્વક રેપર કરવામાં આવે છે, જેનાથી આ ચોકલેટ પોતાનાં પ્રિયજનો સાથે વહેંચવા માટે પરફેક્ટ પસંદગી બની જાય છે. ક્રીમી સ્વાદિષ્ટ ચોકલેટ ત્રણ ફ્લેવરમાં ઉપલબ્ધ છે – (1) ઓલ-ટાઇમ ક્લાસિક ક્રીમી મિલ્ક ચોકલેટ, (2) લોકપ્રિય આલ્મન્ડ – જેમાં ક્રીમી મિલ્ક ચોકલેટ અને બદામનાં ટુકડા હોય છે અને (3) વિશિષ્ટ કૂકીઝ ‘એન’ ક્રીમ ફ્લેવર – જેમાં ક્રીમી વ્હાઇટ ચોકલેટ અને કૂકીનાં ટુકડાં હોય છે. હંમેશની જેમ ગ્રાહકોને ખુશ કરતી હર્શીસની કિસ્સીસ ચોકલેટ 36 ગ્રામનાં નાનાં પેકમાં રૂ. 50ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ થશે. મોટા, ટેક-હોમ પેકની કિંમત 108 ગ્રામ માટે રૂ. 140 હશે.
સ્વાદિષ્ટ ચોકલેટ સાથે હર્શીસનાં આઇકોનિક બાર અમેરિકામાં લોંચ થનારી પ્રથમ ચોકલેટ હતી. અત્યારે આ અમેરિકામાં મોલ્ડેડ ચોકલેટ બારમાંની એક છે અને દુનિયાભરમાં એના લાખો પ્રશંસકો છે.
સ્વાદિષ્ટ બારની આયાત મલેશિયામાંથી ભારતમાં થશે. સૌથી વધુ પસંદ થયેલું હર્શીસના બારનું વેરિઅન્ટ વિશિષ્ટ હોલ આલ્મન્ડ્સ વેરિઅન્ટ છે, જેમાં હોલ કેલિફોર્નિયા આલ્મન્ડ હોય છે. હર્શીસના બાર ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છેઃ (1) ક્લાસિક ક્રીમી મિલ્ક (2) હોલ આલ્મન્ડ વેરિઅન્ટ, જેમાં આખું કેલિફોર્નિયા આલ્મન્ડ હોય છે (3) વિશિષ્ટ કૂકીઝ ‘એન’ ક્રીમી વેરિઅન્ટ, જેમાં ક્રન્ચી કૂકી બિટ હોય છે. હર્શીસનાં આઇકોનિક બાર રૂ. 40 ગ્રામ માટે રૂ. 55 અને રૂ. 60ની કિંમતે ઉપલબ્ધ થશે. 100 ગ્રામનું પેક રૂ. 130 અને રૂ. 140માં ઉપલબ્ધ થશે.
બ્રૂકસાઇડ ગ્રાહકોને એ જાણીને આનંદ થશે કે તેમની મનપસંદ બ્રાન્ડ હવે હર્શીસની એક્સોટિક ડાર્ક તરીકે જાણીતી થશે. ભારતમાં લાખો ગ્રાહકોની પસંદગી બનેલી એક્સોટિક ડાર્ક ચોકલેટમાં કોઈ ફેરફાર નહીં થાય. ગયા મહિને બ્રૂકસાઇડનાં તમામ ગ્રાહકોને બ્રાન્ડનું નવું સ્વરૂપ મળ્યું હતું,
જેમાં રસપ્રદ ‘પીલ-ઓફ’ પેક ઇનોવેશન હતું, જે બ્રૂકસાઇડમાંથી હર્શીસની એક્સોટિક ડાર્કમાં પરિવર્તનનો સંકેત હતો. એનાથી બ્રાન્ડને વિવિધ પ્રોડક્ટની રેન્જ સાથે પ્રીમિયમ ચોકલેટની કેટેગરીમાં મજબૂત પગદંડો જમાવવામાં મદદ મળશે. આ રેન્જમાં હર્શીસની કિસ્સીસ, હર્શીસનાં બાર અને હર્શીસની એક્સોટિક ડાર્ક સામેલ છે.
આ એક્સોટિક ડાર્ક ચોકલેટને ભારતમાં લાખો ગ્રાહકો પસંદ કરતાં રહેશે. હર્શીસની એક્સોટિક ડાર્ક ડાર્ક કોકો રિચ ચોકલેટ અને બ્લૂબેરી, અકાઈ, રાસ્પબેરી અને ગોજી કે પોમેગ્રેનેટ જેવી એક્સોટિક ફ્રૂટ ફ્લેવર્સનો વિશિષ્ટ સમન્વય ધરાવશે. હર્શીસની એક્સોટિક ડાર્કની કિંમત 40 ગ્રામના પેક માટે રૂ. 50 અને 100 ગ્રામના પેક માટે રૂ. 140 હશે.
આ લોંચ પર હર્શીસ ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર હરજિત ભલ્લાએ કહ્યું હતું કે, “હર્શીસનાં આંતરરાષ્ટ્રીય વ્યવસાય માટે ભારત મહત્ત્વપૂર્ણ બજાર છે. ભારતમાં હર્શીસનાં મજબૂત હિસ્સા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચોકલેટમાં અમારી કુશળતા સાથે અમે માનીએ છીએ કે, અત્યારે સતત વૃદ્ધિ કરતી પ્રીમિયમ ચોકલેટની મોટી કેટેગરીમાં અમારી કામગીરી વધારવાનો ઉચિત સમય છે. અમને પ્રીમિયમ ચોકલેટનાં સમજુ ગ્રાહકને સારી ઓફર કરવાની ખુશી છે, હર્શીસની ચોકલેટની રેન્જને આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવે છે, જેનો ઉપભોગ વિવિધ પ્રસંગો પર થઈ શકે છે. હર્શીસની બ્રાન્ડ આપણી ભારતની વૃદ્ધિનું નેતૃત્વ લે છે અને અમારા આઇકોનિક સ્વાદિષ્ટ ચોકલેટ પોર્ટફોલિયોને લોંચ કરીને હું રોમાંચિત છું.”
હર્શીસ ઇન્ડિયાનાં માર્કેટિંગ ડાયરેક્ટર સરોષ શેટ્ટીએ કહ્યું હતું કે, “અમને ખુશી છે કે, ભારતમાં ગ્રાહકો હર્શીસની પ્રોડક્ટની રેન્જને પસંદ કરે છે અને પરિણામે અમે વિવિધ કેટેગરીમાં ટોચની પોઝિશન ધરાવીએ છીએ – પછી એ હર્શીસનું સીરપ હોય, સ્પ્રેડ હોય, મિલ્ક શેક હોય કે કોકો પાવડર હોય. હર્શીસની બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાદિષ્ટ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોકલેટ બ્રાન્ડ તરીકે જાણીતી છે. હવે ભારતમાં ચોકલેટનાં સમજુ ગ્રાહકોને હર્શીસની બ્રાન્ડમાંથી અતિ વિશિષ્ટ, સ્વાદિષ્ટ ચોકલેટની રેન્જનો અનુભવ મળી શકે છે. દુનિયાભરમાં પસંદ થયેલી આ ચોકલેટની રેન્જ હવે ભારતીય ઘરોમાં આનંદ અને ખુશીઓ ફેલાવશે.”