આંતર-રાજ્ય સરહદો પર આવશ્યક વસ્તુ લઈ જતી ટ્રક્સ- લૉરીની હેરફેરનો વેગ વધારવા પગલાં લેવા શ્રી ગડકરીનો અનુરોધ
કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરી માર્ગો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમ વિભાગના મંત્રી શ્રી નીતિન ગડકરીએ ધોરી માર્ગો પર ટ્રકસ અને લૉરીઝના પરિવહનમાં નડતા અવરોધો દૂર કરવા માટે તાકિદનાં પગલાં લેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે, કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના સંદર્ભમાં તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના માર્ગ પરિવહન પ્રધાનોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આ બાબતે તાકીદે પગલાં ભરવામાં આવે આવે કે જેથી જેથી દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓની શક્ય તેટલી વહેલી આંતરરાજ્ય હેરફેર થઈ શકે.
શ્રી ગડકરીએ મંત્રીશ્રીઓને આ બાબતે દરમ્યાનગીરી કરીને સ્થાનિક અને જીલ્લા વહિવટી તંત્રને સામેલ કરીને સમસ્યાઓ ઉકેલવી જોઈએ. આ ઉપરાંત તેમણે ડ્રાઈવરો અને ક્લિનર્સ તથા ધાબાઓ ઉપર આરોગ્ય અંગેની તથા અન્ય માર્ગરેખાઓને અનુસરીને તેમજ યોગ્ય અંતર જાળવવા , માસ્ક પહેરવા તથા સેનેટાઈઝર્સનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. PIB inputs