આંદોલનકારી કિસાન નેતાઓમાંથી શિખ મુખ્યમંત્રીનો ચહેરો શોધી રહી છે
નવીદિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણી માટે આંદોલનકારી કિસાન નેતાઓમાંથી શિખ મુખ્યમંત્રીનો ચહેરો શોધી રહી છે પાર્ટી તરફથી આ મામલામાં કિસાન નેતા બલવીર રાજેવાલથી અનેક તબક્કાની વાતચીત પણ થઇ ચુકી છે પરંતુ સૌથી મોટી સમસ્યા સંયુકત કિસાન મોરચામાં શામેલ અન્ય કિસાન નેતાઓની વચ્ચે સહમતિ બનાવવાની આવી રહી છે અત્યાર સુધી મોટાભાગના કિસાન નેતા રાજનીતિમાં આવવા અને ચુંટણી લડવાનો ઇન્કાર કરી રહ્યાં છે આ રીતે આપને એક તરફ તો કિસાન નેતાઓને રાજનીતિમાં લાવવાનો પ્રયાસ કરવો પડી રહ્યો છે ત્યાં કિસાન નેતાઓની વચ્ચે રાજેવાલના નામ પર સહમતિ બનાવવા માટે પણ ભારે પ્રયાસ કરવો પડી રહ્યો છે.
પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગત અઠવાડીયે ચંડીગઢ પ્રવાસના સમયે કરવામાં આવેલ શિખ મુખ્યમંત્રી સંબંધી જાહેરાત બાદ પંજાબમાં રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી રાજકીય નિષ્ણાંતો પોતાના સ્તર પર શિખ મુખ્યમંત્રીના રૂપમાં ચહેરો શોધવા લાગ્યા હતાં. અને તેમની સામે સૌથી પહેલું નામ કેપ્ટન અમરિંદર સિંહના કટ્ટર વિરોધી કોંગ્રેસી ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુનું આવી રહ્યું હતું તેમને ૨૦૧૭ની ચુંટણી પહેલા પણ આપ તરફથી ઓફર મળી હતી પરંતુ સિધ્ધુ આપમાં સામેલ થયા ન હતાં.
સુત્રોનું કહેવું છે કે અમરવિંદ કેજરીવાલ અને કિસાન નેતા બલવીર સિંહ રાજેવાલની વચ્ચે લગભગ આઠ તબક્કાની વાતચીત થઇ ચુકી છે અને કહેવાય છે કે રાજેવાલનું વલણ પણ ચુંટણી લડવાને લઇ નરમ થયું છે પરંતુ તે પોતાના સાથી કિસાન નેતાઓની સહમતિ વિના કોઇ નિર્ણય લેવા તૈયાર નથી
જાે આપ પ્રમુખ કેજરીવાલ આંદોલનકારી કિસાનોને સાથે લઇ બલવીર રાજેવાલને મુખ્યમંત્રીના રૂપમાં સામે લાવવા સફળ રહી તો પંજાબનો રાજકીય ચહેરો પુરી રીતે બદલાઇ જાય તે નક્કી માનવામાં આવે છે. રાજયની રાજનીતિની ધુરી અત્યાર સુધી બાદલ પરિવાર(અકાલી દળ) અને કેપ્ટન અમરિંદર સિંહ (કોંગ્રેસ) વચ્ચે જ ફરતી હી છે અન્ય કોઇ પણ રાજનીતિક પક્ષ પોતાની શક્તિથી પ્રદેશની રાજનીતિમાં સર્વેસર્વા બની શકયા નથી જયારે રાજયમાં વર્તમાન કિસાન આંદોલન ફકત આંદોલન જ નહીં પરંતુ એક લહેરનું રૂપ લઇ ચુકયુ છે જાે કોઇ પાર્ટી આંદોલનકારી કિસાન નેતાઓને સીધી રીતે ચંુંટણીમાં ઉતારવામાં સફળ રહી તો તેમને આંદોલનની લહેરનો લાભ મળવાનું નક્કી છે.
જોકે ભારતીય કિસાન યુનિયનના નેતા સુખદેવ સિંહે કહ્યું કે કિસાન નેતા રાજનીતિમીાં સામેલ થવાના પક્ષમાં નથી તેમણે એ પણ કહ્યું કે રાજેવાલ પણ ખુબ સમય પહેલા સ્પષ્ટ કરી ચુકયા છે કે તે રાજનીતિમાં આવશે નહીં.