આંદોલનકારી ખેડૂત નેતાએ રાજરકારણમાં એન્ટ્રી કરી
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સામેના આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢુનીએ પોતાની નવી રાજકીય પાર્ટી સંયુક્ત સંઘર્ષ પાર્ટી…લોન્ચ કરી છે. આ પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.ચઢુનીએ મીડિયા સમક્ષ પાર્ટીના હોદ્દેદારોની પણ જાહેરાત કરી હતી.તેમનુ કહેવુ હતુ કે, રાજકારણ પ્રદુષિત થયુ છે અને તેને બદલવાની જરુર છે.અમારી પાર્ટી સમાજના ગરીબ વર્ગ માટે કામ કરશે અને તેનો મુખ્ય હેતુ સમાજમાંથી ડ્રગ્સની બદી દુર કરવાનો રહેશે.
ચઢુનીએ કહ્યુ હતુ કે, હાલમાં દેશમાં મૂડીવાદીઓના પક્ષમાં જ સરકારો નીતિ બનાવી રહી છે અને ગરીબો માટે કશું જ કરવામાં આવી રહ્યુ નથી.અત્યારે મારી પાર્ટી પંજાબમાં ચૂંટણી લડશે અને ભવિષ્યમાં હરિયાણા ચૂંટણી લડવાની હશે ત્યારે તેના પર પણ વિચારણા કરીશું.અમારા તમામ ઉમેદવારો ખેડૂત હશે.SSS