કિસાન આંદોલનની આડમાં Airtel અને VI ખોટા પ્રચાર કરે છે
નવી દિલ્હી: રિલાયન્સ જિયો વોડા-આઇડિયા અને એરટેલને ફરિયાદ કરતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. રિલાયન્સ જિયોનો આરોપ છે કે વોડા-આઇડિયા અને એરટેલ પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે. ટેલિકોમ સચિવ એસકે ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિયોએ વોડા-આઇડિયા અને એરટેલને પર આરોપ મૂકતાં કહ્યું છે કે બંને કંપનીઓએ ટ્રાઇના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોડા-આઇડિયા અને એરટેલ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ગ્રાહકોને આકર્ષવા અનૈતિક માર્ગ અપનાવી રહ્યા છે. આ કંપનીઓ ખેડૂત આંદોલન દ્વારા સર્જાયેલા રોષનો લાભ લેવા ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. રિલાયન્સ જિયો કહે છે કે ૨૮ સપ્ટેમ્બરના રોજ તેણે ટ્રાઇને બીજાે પત્ર લખીને વાંધો નોંધાવ્યો હતો, તેમ છતાં, આ બંને કંપનીઓ કાયદા ન માનતા પોતાની નેગેટિવ પબ્લિસિટી જાળવી રહી છે.
રિલાયન્સ જિયોનો આરોપ છે કે આ બંને હરીફ કંપનીઓ તેમના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા રિલાયન્સ સામે નેગેટિવ કેમ્પેઈન ચલાવી રહી છે. ગ્રાહકોને ખોટી રીતે લલચાવવીને રિલાયન્સ જિયોથી પોર્ટ કરાવવા માટેના પ્રયત્નોનો પણ જિયોએ વિરોધ કર્યો છે. એરટેલ અને વોડા-આઇડિયા ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટા અને વિડીયો પ્રૂફ પણ રિલાયન્સ જિયોએ સબમિટ કર્યા છે.
વોડા-આઇડિયા અને એરટેલ પોતાને ખેડૂત મૈત્રીપૂર્ણ અને રિલાયન્સ જિયોને ખેડૂત વિરોધી ગણાવીને આંદોલનને વેગ આપવાનું કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો છે કે બંને કંપનીઓ દેશભરમાં જિયો વિરુદ્ધ ખોટા પ્રચારમાં લાગી છે. જેનાથી રિલાયન્સ જિયોની છબીને નુકસાન પહોંચી રહ્યું છે.