આંદોલન સામે ઝૂકી રહી નથી મોદી સરકાર, ટ્વિટર પર કૃષિ મંત્રીના રાજીનામાની માંગ
નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન પાછલા 19 દિવસથી ચાલી રહ્યું છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર સહિત અન્ય જગ્યાઓ પર ખેડૂત નેતાઓ સાથે ભારે સંખ્યામાં ખેડૂત અનશન પર છે. સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત પછી પણ કોઈ જ સમાધાન નિકળી શક્યું નથી. તો બીજી તરફ મોદી સરકાર પણ ઝૂકવા માટે તૈયાર નથી. આ વચ્ચે ટ્વિટર પર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના રાજીનામાની માંગ થઇ રહી છે.
ટ્વિટર પર યૂઝર્સે સરકારની ટીકા કરતાં કહ્યું કે, નરેન્દ્ર તોમર રાજીનામું આપે ટ્રેડ કરી રહ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે, ખેડૂત ઠંડીમાં પોતાના હકો માટે બેસ્યા છે અને આના પર સરકારે કોઈ જ ફરક પડી રહ્યો નથી. એવામાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને રાજીનામું આપી દેવું જોઈએ. એક અન્ય યૂઝરે લખ્યું, પીએમ મોદીને માત્ર અદાણી અને અંબાણીની જ ચિંતા છે. ગરીબ ખેડૂત મરે છે તો મરવા દો. સરકારને શરમ આવવી જોઈએ.
એક યૂઝરે લખ્યું નરેન્દ્ર તોમર રાજીનામુ આપો… વિચારવા જેવી વાત તે છે કે, કોરોના મહામારીમાં જનતાને એક માસ્કર સુધી આપ્યો નથી, ઉપથી માસ્ક અને સૈનિટાઇઝરના વેચાણ પર GST લગાવી દેવામાં આવ્યો તેવામાં આ વ્યક્તિ ખેડૂતોને બળજબરીપૂર્વક કરોડપતિ બનાવી દેવા પર હઠ્ઠે ચડ્યો છે.
જણાવી દઈએ કે, હરિયાણાના કેટલાક ખેડૂત નેતા સોમવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરશે. હરિયાણા યુવા ખેડૂત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નરેશ યાદવની આગેવાનીમાં આજે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે, જેમાં નવા કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવામાં આવશે.