Western Times News

Gujarati News

આંધપ્રદેશમાં ફેલાયેલી રહસ્યમય બીમારીનુ કારણ આખરે જાણવા મળ્યુ

અમરાવતી, કોરોનાના કહેર વચ્ચે આંધપ્રદેશમાં ફેલાયેલી રહસ્યમય બીમારીથી સરકાર ટેન્શનમાં આવી ગઈ હતી.

આંધ્રપ્રદેશના એલુરુમાં આ બીમારીની ચપેટમાં 550 જેટલા લોકો આવી ગયા હતા.આ બીમારી ફેલાવા પાછળનુ કારણ જોકે હવે બહાર આવ્યુ છે.એવુ મનાઈ રહ્યુ છે કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ક્લોરિન અને બ્લિચિંગ પાવડરનો મોટા પાયે છંટકાવ કરાય છે.આ બંને પાણીમાં ભળવાથી કેમિકલની માત્રા વધી ગઈ હતી અને જે લોકોએ આ પાણીનો ઉપયોગ પીવા માટે કર્યો હતો તેમની તબિયત બગડી હતી.

જોકે આ શરુઆતી સંભાવના છે.બીમારીના કારણની ઉંડાણથી તપાસ કરવા માટે સરકારે એક પેનલ બનાવી છે જે તપાસ કરી રહી છે.આ પહેલા નિષ્ણાતોએ કહ્યુ હતુ કે, બીમારીનુ કારણ ઓર્ગેનોકલોરીન અને સીસુ હોઈ શકે છે.જેનાથી લોકોને ગભરામણ થતી હોય છે.

હાલના તબક્કે દવાખાનામાં દાખલ થયેલા મોટા ભાગના લોકોને રજા આપી દેવામાં આવી છે.સરકારે બનાવેલી પેનલનુ પ્રાથમિક તબક્કે કહેવુ છે કે, શક્ય છે કે, પાણીમાં ઝેરીલા તત્વો ભળ્યા હોય.બુધવારે આ બીમારીથી પીડાતા લોકોની કુલ સંખ્યા 593 થઈ ગઈ હતી.જેમાંથી 523 લોકો સાજા થઈ ગયા છે.બીજા 33ને વધારે સારી સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.