આંધ્રની મહિલા-નાગપુરના શખ્સને નવા સ્ટ્રેનની શંકા
નવી દિલ્હી, કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાના નાયરવા સ્ટ્રેઇન મળી આવરતાં ભૂકંપ સર્જાયો છે. હવે ભારતમાં પણ આ કોરોનાના નવા વાયરસે પ્રવેશ કરી લીધો હોવાની શંકા સેવાય છે. ભારતમાં એક મહિલા કોરોનાના નવા સ્વરૂપથી ગ્રસ્ત હોવાની શંકા સેવાય છે. આ મહિલા ક્વોરન્ટિનના નિયમોનો ભંગ કરી દિલ્હીથી આંધ્ર ટ્રેનની મુસાફરી કરીને આવી હતી. તેને ટ્રેસ કરી લેવામાં આવી હતી. પરંતુ આ પ્રવાસ દરમિયાન તેણે સંખ્યાબંધ લોકોને ચેપ લગાડ્યો હોવાની શંકા છે. આ મહિલા ખાનગી સ્કૂલમાં શિક્ષક પણ છે. આ મહિલા આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરીના રાજામંદુરીના રામકૃષ્ણ નગરની રહેવાસી છે. આ મહિલા બ્રિટનમાં જ જન્મી છે. મીડિયાના રિપોર્ટ્સ મુજબ આ મહિલા ૨૧ ડિસેમ્બરના રોજે યુકેથી દિલ્હી એરપોર્ટ આવી હતી.
આરોગ્ય અધિકારીઓએ સતર્કતા દાખવીને પૂર્વી ગોદાવરી વહીવટીતંત્રને ફોન કર્યો હતો અને માહિતી આપી હતી કે તે મહિલા રાજમુંદરીના રામકૃષ્ણ નગરની રહેવાસી છે. સમગ્ર વહીવટીતંત્ર તેની તલાશમાં લાગી ગયું હતું. બ્રિટનથી આવ્યા બાદ આ મહિલા નવી દિલ્હીમાં અધિકારીઓને ચકમો આપવામાં સફળ રહી હતી અને ટ્રેનથી આંધ્રપ્રદેશ પહોંચી ગઇ હતી. હવે તેને રાજમહેન્દ્રવરમથી ઉપાડી લેવાઇ છે અને તેના પુત્ર સાથે તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હવે તેના સ્વેબને ટેસ્ટ માટે મોકલી દેવાયા છે. એ પછી રેલવે પોલીસને દિલ્હીથી રાજમુંદરી જનાર ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કોચમાં મળી આવી હતી. હવે વહીવટીતંત્ર તેને રાજમુંદરીમાં જ આઇસોલેશનમાં રાખશે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ મહિલા એ દરમિયાન અનેક રેલ મુસાફરો, કર્મચારીઓ અને વેંડર્સ સાથે સંપર્કમાં આવી ગઇ હશે.
બીજી બાજુ સુત્રોના હવાલાથી એવું પણ કહેવામાં ?આવી રહ્યું છે કે મહિલાનો દીકરો પણ આ કોચમાં આવી શકે છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે કોરોના વાયરસ પ્રારંભિક તબક્કામાં ફેલાયો ત્યારે ગોદાવરીમાં કોરોનાગ્રસ્ત પ્રથમ દરદી પ્રકાશમાં આવ્યો હતો. આ દરદી પણ બ્રિટનની મુસાફરી કરીને આવ્યો હતો.
બીજી બાજુ મહારાષ્ટ્રના નાગપુરનો ૨૮ વર્ષનો માણસ પણ ૧૫ ડિસેમ્બરના રોજે કોરોનાગ્રસ્ત મળી આવ્યો હતો. આ માણસ પણ બ્રિટનથી પાછો આવ્યો હતો. એવામાં નાગપુરની સરકારી કોલેજે આશંકા વ્યક્ત કરી છે કે આ દરદી યુકેમાં મળનાર નવા કોરોના વાયરસથી ગ્રસ્ત હોઇ શકે છે.SSS