આંધ્રપ્રદેશની માનસિક અસ્વસ્થ મહિલાને પરિવારજનો સાથે મિલન
(દિલીપ પુરોહિત, બાયડ) ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે વર્ષથી માનવતાની મહેક બનેલા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં અનેક માનસિક વિકલાંગ મહિલાઓને સારવાર આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોક જૈન થોડા દિવસ અગાઉ અમદાવાદ કામકાજ અર્થે નીકળ્યા હતા દહેગામ નહેરુ ચોકડી નજીક માનસિક વિકલાંગ મહિલા જોવા મળતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ થી બાયડ આશ્રમ ખાતે મોકલી આપી અમદાવાદના મિત્રની મદદથી હૈદરાબાદ રહેતા મિત્ર સાથે સંપર્ક કરી મહિલાના પરિવારજનો સુધી પહોંચવામાં સફળતા મળતા પરિવારજનોને જાણ કરતા આશ્રમ દોડી આવેલા પરિવારજનો સાથે સુખદ મિલન થતા પરિવારજનોની આંખો ભીની થઇ હતી
આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતેથી ૪૪ મહિના અગાઉ માનસિક સંતુલન ગુમાવતા એક મહિલા ઘર છોડી નીકળી ગઈ હતી દહેગામ ખાતે પહોંચેલી મહિલા પર બાયડ આશ્રમના પ્રમુખની નજર પડતા મહિલાને ચા-નાસ્તો કરાવી ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદથી બાયડ મોકલી આપી હતી.
માનસિક અસ્વસ્થ મહિલાની સારવાર હાથધરાતા મહિલા સ્થિતિમાં સુધારો આવતા મહિલા હૈદ્રાબાદની હોવાનું જણાવતા આશ્રમ સાથે સંપર્ક ધરાવતા અમદાવાદ ખાતે રહેતા દર્શન પંચાલનો સંપર્ક થકી હૈદરાબાદ રહેતા તેમના મિત્ર પ્રદીપભાઈનો સંપર્ક કરી મહિલાના પરિવારજનોની શોધખોળ ધરી પરિવારજનો સાથે કોન્ફરન્સમાં મહિલા સાથે વાત કરાવતા પરિવારજનો તાબડતોડ બાયડ આશ્રમ ખાતે દોડી આવ્યા હતા અને મહિલા સાથે ભેટો થતા ખુશીના આંસુ છલકાયા હતા અત્યાર સુધી ૮૩ મહિલાઓને પરિવારજનો સાથે સંપર્ક કરવામાં સફળતા મળી છે.