આંધ્રપ્રદેશમાં ઓવરસ્પીડ કારનો અકસ્માત: ૮ લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/XUV.jpg)
હૈદરાબાદ, આંધ્રપ્રદેશના અનંતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ અકસ્માત અનંતપુરના બુઘગાવની ખાતે થયો હતો, જ્યાં એક ઝડપી કાર લારી સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ઝડપી હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા.
આ અકસ્માતમાં એસયુપી કારમાં સવાર ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુત્રોએ જણાવ્યુ કે, એસયુવીમાં કુલ નવ લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની સ્પીડ ખૂબ જ વધારે હતી, જેના કારણે ડ્રાઈવર કાર પર કાબૂ ન રાખી શક્યો અને સ્પીડમાં આવતી કાર એક લારી સાથે અથડાઈ.
અકસ્માતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. તે જ સમયે ત્યાં હાજર લોકોએ કારમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થવાની બાકી છે.HS