આંધ્રપ્રદેશમાં કોવિડ સેન્ટરમાં આગ લાગતા ૧૧ નાં મોત
વિજયવાડા, રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -૧૯ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં ૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે હવે મૃત્યુઆંક વધીને ૧૧ પર પહોંચી ગયો છે. જોકે મૃત્યુઆંક વધે તેની પણ શક્યતા છે. ઘટના બની ત્યારે ૩૦ જેટલા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે પીએમ મોદીએ ટિ્વટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ઇલુરુ રોડ પર આવેલી સ્વર્ણા પેલેસ હોટલને કોવિડ-૧૯ દર્દીઓની સારવાર માટે રમેશ હોસ્પિટલ દ્વારા લીઝ પર લેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં લગભગ ૩૦ દર્દીઓ સ્વર્ણા પેલેસમાં દાખલ થયા હતા. ઘટના સમયે ૧૦ જેટલા પેરા મેડિકલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યા હતા. અધિકારીઓના મતે મોટાભાગના મોત ગૂંગળામણને લીધે થયા છે.