આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ સેનેટાઈઝર પીવાથી 9નાં મોત
નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝર પીવાંથી નવ લોકોના મોત થયા છે. રાજ્યના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના સામે આવી છે. દારૂની જગ્યાએ સેનેટાઈઝ પીવાંથી ત્રણ ભીખારી, ત્રણ રિક્ષા ચાલક અને ત્રણ મજુરોએ દારુની જગ્યાએ સેનેટાઈઝરનું સેવન કર્યું. એકનું સારવાર દરમિયાન મોત થયું જ્યારે અન્યનું ઊંઘમાં જ મોત થયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રકાસમ જિલ્લાના પોલીસવડાએ કુરીચેડૂની મુલાકાત કરી. તેમણે કહ્યું કે, મૃતક છેલ્લા કેટલાંય સમયથી પાણી અને કોલ્ડ્રીંક્સ સાથે સેનેટાઈઝરનું સેવન કરી રહ્યા હતાં. એસપીએ જણાવ્યું કે, અમે તે પણ તપાસ કરી રહ્યાં છીએ કે શું તેમણે સેનેટાઈઝરને કોઈ અન્ય ઝેરી પદાર્થ સાથે મેળવ્યો હતો. તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે આ લોકો છેલ્લા દસ દિવસથી સેનેટાઈઝરનું સેવન કરતા હતા. અમે વિસ્તારમાં વેચવામાં આવી રહેલા સેનેટાઈઝરના સ્ટોકને તપાસઅર્થે મોકલી રહ્યાં છીએ. ઉલ્લેખનિય છે કે, કુરીચેડૂમાં હાલ કોરોનાના કારણે લોકડાઉન છે અને છેલ્લા ઘણાં દિવસોથી અહીં દારુની દુકાન પણ બંધ છે.