આંધ્રપ્રદેશમાં ૫ સપ્ટેમ્બરથી સ્કુલો ખોલવામાં આવશેઃ શિક્ષણમંત્રી
હૈદરાબાદ, કોરોના કાળમાં શિક્ષણ સંસ્થઓ ખોલવી સૌથી મોટો પડકાર છે. મહિનાઓથી તમામ સ્કૂલ, વિશ્વવિદ્યાલયો બંધ પડ્યા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ સરકાર સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે. આંધ્રપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે તે ૫ સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલશે. જો કે આના પર અંતિમ નિર્ણય એ વખતની સ્થિતિને જોતા લેવામાં આવશે.
મીડિયાને સંબોધિત કરતા શિક્ષણમંત્રી અદિમુલાપુ સુરેશે પત્રકારોને જણાવ્યુ કે સરકારે સ્કૂલો ખોલવા માટે ૫ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે પરંતુ આના પર અંતિમ નિર્ણય એ તારીખ આવવા પર સમયની સ્થિતિને જોતા લેવામાં આવશે. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે જ્યાં સુધી સ્કૂલ ખુલી ન જાય, મિડ ડે મીલની જગ્યુઆએ છાત્રોને કોરુ રાશન આપવામાં આવશે. છાત્રોને ઘરમાં રાશન પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યુ કે આગલા સત્રથી પ્રી પ્રાઈમરી શિક્ષણ એટલે કે એલકેજી અને યુકેજીની પણ શરૂઆત સ્કૂલોમાં કરવામાં આવશે.
જિલ્લા સ્તરે એક જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના પદનુ સર્જન કરવામાં આવશે જેનાથી રાજ્યમાં શિક્ષણનુ સ્તર ઉઠી શકે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ કાલે બેઠક કરી હતી. બેઠક બાદ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે બે જિલ્લા સ્તરના ડાયરેક્ટર રેન્જ પદનુ સર્જન કરવામાં આવે જેનાથી સરકારી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમ શિક્ષણને લાગુ કરી શકાય અને મિડ ડે મીલની વ્યવસ્થાને સારી કરી શકાય. આ ઉપરાંત મુખ્યમંત્રીએ નિર્દશ આપ્યા કે દરેક મંડળમાં એક સરકારી જૂનિયર કાૅલેજની સ્થાપના કરવામાં આવે.