આંધ્રપ્રદેશ :કોંગ્રેસના સાંસદની પુત્રીની કારની અડફેટે એક વૃદ્ધનું મોત

Files Photo
પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો
માધુરીની કારે બેસંત નગર વિસ્તારમાં રોડ કિનારે નશામાં ધૂત એક વૃદ્ધને કચડી નાખ્યો, પરિણામે તેનું મૃત્યુ થયું
આંધ્રપ્રદેશ,આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસના સાંસદની પુત્રીની કાર દ્વારા કચડાઈ જતાં એક શરાબીનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ સાંસદની પુત્રી સ્થળ પરથી ભાગી ગઈ હતી, જેને પોલીસે પાછળથી શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. જોકે, થોડી જ વારમાં તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ysr કોંગ્રેસના સાંસદ બિદા મસ્તાન રાવની પુત્રી માધુરી છે. માધુરીની કારે બેસંત નગર વિસ્તારમાં રોડ કિનારે નશામાં ધૂત એક વૃદ્ધને કચડી નાખ્યો, પરિણામે તેનું મૃત્યુ થયું.અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ સૂર્ય હોવાનું કહેવાય છે. સોમવારે સાંજે સૂર્યા નશામાં ધૂત થઈને ચેન્નઈના બેસંત નગર વિસ્તારમાં ફૂટપાથ પાસે રોડ કિનારે સૂઈ ગયો હતો. ત્યાં અચાનક એક કાર આવી જેમાં માધુરી અને તેની મિત્ર મુસાફરી કરી રહ્યા હતા.
કારે સૂર્યાને કચડી નાખ્યો. આરોપીઓનો દાવો છે કે ટાઈગર વરદાચારી ફર્સ્ટ ક્રોસ સ્ટ્રીટ તરફ વળ્યા પછી તેઓ સૂર્યને રસ્તા પર પડેલા જોઈ શક્યા નથી.અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં માધુરીની મિત્ર સ્થાનિક લોકો સાથે દલીલ કરતી જોવા મળે છે.
વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે તેણે સૂર્યાને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી છે. આરોપીઓનો દાવો છે કે એમ્બ્યુલન્સને બોલાવ્યા બાદ તેઓ સ્થળ પરથી જતા રહ્યા કારણ કે સ્થાનિક લોકો ગુસ્સે થઈ ગયા હતા.ચેન્નાઈ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ સાંસદની પુત્રી અને તેના મિત્રને જે નંબરથી એમ્બ્યુલન્સ બોલાવી હતી તેના દ્વારા ટ્રેક કર્યાે હતો. આ કાર પુડુચેરીમાં રજીસ્ટર્ડ હોવાનું પણ બહાર આવ્યું છે. મૃતક સૂર્યાની પત્ની વિનીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.ss1