આંધ્રપ્રદેશ : નૌકા દુર્ઘટનામાં મોતનો આંકડો ૪૬ થઇ શકે
અમરાવતી : આંધ્રપ્રદેશના ગોદાવરી નદીમાં નૌકા ઉંઘી વળી જવાની ઘટનામાં મોતનો આંકડો ખુબ ઉપર જવાની દહેશત દેખાઇ રહી છે. હજુ સુધી મોતનો આંકડો ૧૨ થયો છે પરંતુ લાપતા થયેલા લોકોની સંખ્યા ૪૬ જેટલી છે. જેથી મોતનો આંકડો ખુબ ઉપર જઇ શકે છે. લાપતા થયેલા મોટી સંખ્યામાં લોકોને શોધી કાઢવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ૧૯૬૪ બાદની આ સૌથી મોટી દુર્ઘટના છે. એ વખતે તેમાં ૬૦ લોકોના મોત થયા હતા.
આ બનાવ પૂર્વીય ગોદાવરી જિલ્લાના કછુલુરમાં બન્યો હતો. રોયલ વશિષ્ટ નામની નૌકામાં દુર્ઘટનાના સમયમાં ૭૨ લોકો હતા. ૩૦ સભ્યોની એનડીઆરએફની ટુકડીએ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી રાખી છે. ૨૩ લોકોને સુરક્ષિતરીતે બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જિલ્લાના તમામ મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી પર નજર રાખવા આદેશ કર્યો છે. રેડ્ડીએ મૃતકોના પરિવારને ૧૦-૧૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.
બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નૌકા દુર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું છે. નદી છેલ્લા કેટલાક દિવસથી ભારે તોફાની Âસ્થતિમાં હતી. બનાવ બન્યો ત્યારે નદીમાં પુરની સ્થિતિ હતી.મુખ્ય સચિવ એલવી સુબ્રમણ્યમે પણ પૂર્વીય ગોદાવરીના જિલ્લા કલેક્ટર મુરલીધર રેડ્ડી સાથે વાતચીત કરી છે. રાજ્યના પ્રવાસ મંત્રી અવંતિ શ્રીનિવાસ રાવે બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છેકે, આ નૌકાના કર્મીઓ પાસે કોઇપણ પ્રકારના લાયસન્સ ન હતા.
મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમની સંવેદના દુખી અને પીડિત પરિવારોની સાથે રહેલી છે. લાપત્તા લોકોની શોધખોળ મોડી રાત સુધી જારી રહી હતી. આજે સવારે પણ પણ બીજા દિવસે શોધખોળ કામગીરી ચાલી રહી છે. મોતનો આંકડો વધવાની દહેશત દેખાઈ રહી છે. ૧૯૬૪ બાદ આ સૌથી મોટી દુર્ઘટના તરીકે છે.
બચાવ અને રાહત કામગીરીમાં સામેલ રહેલા લોકોએ કહ્યું છે કે, ગઇકાલની ઘટના પૂર્વીય ગોદાવરી જિલ્લામાં બની હતી. યાત્રીઓને લઇને આ નૌકા જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ખાનગી સંચાલકની આ નૌકા પાપીકોંડલા તરફ જઇ રહી હતી. મોટી સંખ્યામાં લોકો લાપત્તા હોવાથી દહેશત અકબંધ દેખાઈ રહી છે.
કબજે કરવામાં આવેલા મૃતદેહોમાં કોઇના પણ શરીર પર લાઇફ સપોર્ટ જેકેટ ન હતા. બીજી બાજુ બચાવનાર લોકોએ સેફ્ટી જેકેટ પહેરેલા હતા. કેટલાક લોકોએ જેકેટ ઉતારી દીધી હતી. કારણ કે, ગરમ હવાના કારણે અસુવિધાજનક હતી. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું છે કે, જેમ જ નૌકાના નિચલા હિસ્સામાં પાણી ભરવાની શરૂઆત થઇ ત્યારે તેઓએ લાઇફ જેકેટ વહેંચવાની શરૂઆત કરી દીધી હતી. જે જે લોકો પાસે લાઇફ જેકેટ હતા તે તરીને કિનારે પહોંચી ગયા હતા.
એનડીઆરએફ અને સીડીઆરએફના ૧૦૦થી પણ વધુ કર્મચારીઓ કામમાં લાગેલા છે. રાજ્યના પ્રવાસ મંત્રીનું કહેવું છે કે, રોયલ વશિષ્ઠ નામની નૌકા પાસે કોઇપણ પ્રકારના લાયસન્સ ન હતા. એકબાજુ આંધ્ર સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે જ્યારે બીજી બાજુ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ ૫-૫ લાખના વળતરની જાહેરાત કરી છે.