આંધ્રપ્રદેશ: બાળકી પર રેપ કરવાના આરોપમાં 80 લોકોની ધરપકડ
નવી દિલ્હી, આંધ્રપ્રદેશના ગુંટુરમાં રેપની બનેલી ઘટના દરેકનુ માથુ શરમથી ઝુકાવી દે તેવી છે. ગુંટુરમાં 13 વર્ષની બાળકી પર 80 લોકોએ રેપ કર્યો હોવાની ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. નરપિશાચોને પણ સારા કહેવડાવે તેવા આ બળાત્કારીઓ પૈકીના તમામની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓમાં એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી પણ છે. મળતી વિગતો પ્રમાણે જુન 2021માં કોરોનાની મહામારી વચ્ચે પીડિત બાળકની માતા સાથે એક હોસ્પિટલમાં સર્વણ કુમારી નામની મહિલાની ઓળખાણ થઈ હતી.
એ પછી પીડિતાની માતાનુ કોરોનાથી મોત થયુ હતુ. આ દરમિયાન બાળકીને સવર્ણ કુમારી નામની મહિલા તેના પિતાને જાણ કર્યા વગર પોતાની સાથે લઈ ગઈ હતી.
ઓગસ્ટ 2021માં બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે મુખ્ય આરોપી સર્વણ કુમારીની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં જાન્યુઆરી 2022માં પહેલી ધરપકડ થઈ હતી. એ પછી વધુ 10 લોકોને પકડવામાં આવ્યા હતા અને બાળકીને મુક્ત કરાવવામાં આવી હતી.
હવે પોલીસે તમામ આરોપીઓને પકડી તો લીધા છે પણ સવાલ એ છે કે, આ બાળકી કેવી રીતે દેહના કાળા વેપારમાં ધકેલવામાં આવી અને તેને કોણે આ ધંધામાં ધકેલી. આ તમામ સવાલોના જવાબ મળ્યા પછી પણ આરોપીઓને ક્યારે અને કેવી સજા થશે તે પણ એક સવાલ છે.