હિમાચલના Hampta Pass Trekને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર આંબલી ગામનું ગ્રુપ
અમદાવાદ,
Hampta Pass Trek એ હિમાચલ પ્રદેશ નો એક પ્રખ્યાત ટ્રેકિંગ માર્ગ છે જે ગાઢ જંગલો, લીલાછમ ઘાસ ના મેદાનો અને હિમ પ્રવાહો સહિત વિવિધ પ્રકારની કુદરતી સૌંદર્ય પ્રદાન કરે છે.
આ ટ્રેક 14,000 ફૂટની ઊંચાઈ પર છે.કઠોર હવામાન અને દુર્ગમ ભૌગોલિક સ્થિતિ વચ્ચે પણ તિરંગો ફરકાવી દેશપ્રેમની ગાઢ ભાવના વ્યક્ત કરી.આ ટ્રેક માત્ર શારીરિક શક્તિની જ નહીં, પણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભરપૂર એક યાત્રા હતી.
આંબલી ગામના યુવકો અને યુવતીઓ આઝાદીના 77 વર્ષ પૂર્ણ થતાં 14,000 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવી ઉજવણી કરી જે ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનના જુસ્સાને ઉજાગર કરનાર પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડે છે.