આંબાવાડીમાં મેટ્રો પ્રોજેકનાં કોન્ટ્રાકટ પર પથ્થરમારો કરી મશીનોમાં તોડફોડ કરાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચાલી રહેતાં મેટ્રો પ્રોજેકટમાં કયાંક ને કયાંક બબાલો થતો રહે છે. આ સ્થિતીમાં પાલડી નજીક હીરાબાગ ક્રોસીગ આગળ ચાલતાં પ્રોેજેકટ પર નજીકમાં રહેતાં લોકોનાં ટોળાએ પથ્થરમારો કરી મશીનોમાં તોડફોડ કરતાં ચકચાર મચી છે. મજુરોએ કોન્ટ્રાકટરને આ અંગેની જાણ કરતાં લોકોનાં ટોળાએ તેમને પણ દોડાવ્યા બાદ ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાની વિગત એવી છે કે સોમવારે રાત્રે દસ વાગ્યાનાં સુમારે મેટ્રો પ્રોજેકટનો સ્ટાફ મશીનો સાથે પાલડી જલારામ મંદીર ખાતે સાઈટ પર આવવા નીકળ્યા હતા.
હીરાબાગ ક્રોસીગ આગળ પહોચતા રેલવે લાઈન પાસે બેઠેલા દસ ઈસમોએ તેમને રોકીને હાઈડ્રા મશીન ઉપર પથ્થરમારો કરતાં બે હાઈડ્રામશીન અને ટ્રેકટર મુકીને ભાગ્યા હતા. તથા ઘટનાની જાણ કોન્ટ્રાકટર જૈનીલભાઈ શાહને કરી હતી.
જેથી જૈનીલભાઈ પોતાની કારમાં મિત્ર સંજય તથા અભિષેક સાથે હીરાબાગ ખાતે પહોંચતા સુખીપુરા છાપરામાં રહેતાં કેટલાંક ઈસમો આવી ગયા હતા. જેમણે જૈનીલભાઈ તથા અન્યો સાથે ઝઘડો માર મારી પથ્થરમારો કરતાં તે ત્રણેય જીવ બચાવી કારમાં ભાગ્યા હતા
જાે કે કાર ખાડામાં ફસાતાં તે કારમાંથી ઉતરી ભાગવું પડયું હતું. બાદમાં પોલીસ સાથે ઘટના સ્થળે પરત આવતાં તેમની કાર હાઈડ્રોલીક મશીનમાં કાચ તોડી ભારે નુકશાન થયેલું જણાયું હતું. એલીસબ્રીજ પોલીસે આ અંગે ટોળા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ શા માટે હુમલો કર્યો એ હકીકત બહાર આવે તે જરૂરી છે.