આંસૂ વ્યર્થ નહીં જાય, આંદોલન સફળ કરીને જ ઝંપીશુ: નરેશ ટિકૈત
મુઝફ્ફરપુર, ૨૬ જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા બાદથી ખેડૂત આંદોલન ઠંડુ પડતુ જાેવા મળી રહ્યું હતુ, પરંતુ ગુરૂવારના ગાઝીપુર બૉર્ડર પર રાકેશ ટિકૈતના રડ્યા બાદ માહોલ ફરી બદલાઈ ગયો છે. આ દરમિયાન તેમના ભાઈ નરેશ ટિકૈતે મુઝફ્ફરપુરમાં આજે શુક્રવારના મહાપંચાયત કરવાની જાહેરાત કરી છે. મોડી રાત્રે નરેશ ટિકૈતે ટ્વીટ કરીને કહ્યું કે, ‘મહેન્દ્ર સિંહ ટિકૈતના દીકરા અને મારા નાના ભાઈ રાકેશ ટિકૈતના આ આંસૂ વ્યર્થ નહીં જાય. સવારે મહાપંચાયત થશે અને હવે અમે આ આંદોલનને નિર્ણાયક સ્થિતિ સુધી પહોંચાડીને દમ લઇશું.’
એક બીજી ટ્વીટમાં નરેશ ટિકૈતે કહ્યું કે, હરિયાણાના ગામેગામથી ખેડૂત ભાઈઓ ગાઝીપુર બૉર્ડર તરફ ચાલવા માંડ્યા છે. હવે તો ત્રણેય કાયદાઓને નીપટાવીને જ પાછા ઘરે ફરશે. બાબા ટિકૈતનો એક-એક સૈનિક દિલ્હી કૂચ કરે. સરકારના નિશાને આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ઇન્ડ્ઢનો સાથ મળ્યો છે. ઇન્ડ્ઢ નેતા અજિત સિંહે રાકેશ ટિકૈત સાથે વાતચીત કરી અને કહ્યું કે, તમે ચિંતા ના કરો, તમામ તમારી સાથે છે. અજિત સિંહ અને રાકેશ ટિકૈતની વાતચીતની જાણકારી અજિત સિંહના દીકરા જયંત ચૌધરીએ આપી.
તેમણે કહ્યું કે, અજિત સિંહે સંદેશ આપ્યો છે કે ચિંતા ના કરો, ખેડૂતો માટે જીવન-મરણનો પ્રશ્ન છે. સૌએ એક થવાનું છે – સાથે રહેવાનું છે. ગાઝીપુર બૉર્ડર પર ફરીથી એકવાર ખેડૂત ભેગા થવા લાગ્યા હતાં. અહીં મેરઠ, બડૌત, બાગપત, મુરાદનગરથી ખેડૂત પહોંચ્યા છે. રાષ્ટ્રીય જાટ મહાસંઘ પણ ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને પોતાનું સમર્થન આપવા માટે પહોંચી રહ્યું છે. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રોહિત જાખડનું કહેવું છે કે આ ખેડૂતોની લડાઈ છે. સવાર સુધી એકવાર ફરી હજારો ખેડૂતો ગાઝીપુર બૉર્ડર પહોંચશે.HS