આઇએમએફના વડાએ કોરોના અંગે ઉઠાવેલ પગલાને લઇ ભારતની પ્રશંસા કરી
વોશિંગ્ટન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જાેર્જીવાએ કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પરિણામોનો સામનો કરવા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલ નિર્ણાયક પગલાની પ્રશંસા કરી છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે આ વર્ષ વધુ પ્રયાસ કરવા માટે કહ્યું છે.
આઇએમએફ પ્રમુખે કહ્યું કે જયારે મેં તમામને ૨૬ જાન્યુઆરી સુધી સ્થિતિ યથાવત રાખવાનું આહ્વાન કર્યું જે ભારત માટે ખુબ મહત્વ રાખે છે તમે અમારા અપડેટમાં એક તસવીર જાેવા મળશે જે ઓછી ખરાબ છે.કારણ કે આ દેશને વાસ્તવમાં મહામારીનો સામનો કરવા માટે અને તેના આર્થિક પરિણામોનો સામનો કરવા માટે ખુબ જ નિર્ણાયક પગલા ઉઠાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ ૨૬ જાન્યુઆરીએ પોતાનો વિશ્વ આર્થિક અપડેટ રિપોર્ટ જારી કરનાર છે ભારતની બાબતમાં વાત કરત તેમણે કહ્યું કે આટલી મોટી વસ્તી માટે લોકડાઉન લાગુ કરવાનું ખુબ નાટકીય હતું જયાં લોકો એક સાથે આટલા નજીકથી જાેડાયેલ હતાં.
તેમણે કહ્યું કે સરકારને મૌદ્રિક નીતિ અને રાજકોષીય નીતિ માટે જે કર્યું છે તે પ્રશંસનીય છે આ વાસ્તવમાં ઉભરતા બજારો માટે સરેરાશથી થોડુ વધારે છે ઉભરતા બજારોએ સરેરાશ જીડીપીનું છ ટકા યોગદાન આપ્યું છે ભારતમાં આ થોડુ ઉપર છે આ ભારત માટે સારૂ છે અને ત્યાં હજુ પણ સારૂ કરવાની સંભાવના છે. જાે તમે વધુ કરી શકો છો તે મહેરબાની કરીને જરૂર કરો.HS