આઇએસઆઇના મહિલા એજન્ટ સાથે કેપ્ટનના સબંધ છે: પૂર્વ ડીજીપી

ચંડીગઢ, પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ જનરલ બાજવાના દોસ્ત ગણાવ્યા હતા.
સિધ્ધુને તેમણે દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.એ પછી ભાજપ સિધ્ધુ પર નિશાન સાધી રહી છે ત્યારે હવે સિધ્ધુના સલાહકાર અને પંજાબના પૂર્વ ડીજીપી મહોમ્મદ મુસ્તફાએ સિધ્ધુ વતી જવાબ આપ્યો છે અને કહ્યુ છે કે, મને મોઢુ ખોલવા માટે કેપ્ટન મજબૂર ના કરે, નહીંતર મારી પાસે તો તમારી સામે પૂરાવાનો ઢગલો છે.
મુસ્તફાએ કહ્યુ હતુ કે, કેપ્ટન સાહેબ તમે અને હું લાંબા સમયથી પારિવારિક મિત્રો છે અને મને મોઢુ ખોલવા મજબૂર ના કરતા.સિધ્ધુ પર રાજકીય ટિપ્પણીઓ કરો તો તે ઠીક છે પણ તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.૧૪ વર્ષ સુધી તમારા એક મહિલા આઈએસઆઈ એજન્ટ સાથે સબંધો રહ્યાહ તા પણ તમે ક્યારેય સરકારમાં આ એજન્ટની દખલગીરીનો ઉલ્લેખ કર્યો નથી.તમારા વિદેશી એકાઉન્ટમાં દુનિયાભરમાંથી પૈસા પહોંચ્યા છે.તમને રાષ્ટ્રવાદ પર ભાષણ આપવાનુ શોભા આપતુ નથી.
તેમણે કહ્યુ હતુ કે, તમારા પાપોના તમામ પૂરાવા મારી પાસે છે.તમે જે જાણો છો તે તો હું જાણુ જ છું પણ તમે એ વાતને ભુલી રહ્યા છો કે, તમારા પ્રત્યેના સન્માનના કારણે મેં કશું જાહેર થવા દીધુ નથી.HS