આઇટમ ગીતોથી કોઇ પણ નુકસાન કોઇને થતુ જ નથીઃ મલાઈકા અરોરા
મુંબઇ, અભિનેત્રી મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે આઇટમ નંબર ટેગ અને લેબલ લગાડતા નથી. મલાઇકાના આઇટમ સોંગે વિતેલા વર્ષોમાં ભારે ધુમ મચાવી છે. મુન્ની બદનામ હુઇ જેવા તેના આઇટમ સોંગ આજે પણ ધુમ મચાવે છે. આ તમામ આઇટમ સોંગના કારણે મલાઇકા અરોરા ખાન ભારે જાણીતી થઇ હતી. તમામ હિટ ગીતોના કારણે મલાઇકા અરોરા આઇટમ સોંગની દુનિયામાં લોકપ્રિય થઇ ગઇ છે. તેની ઓળખ એક શાનદાર આઇટમ ગર્લ તરીકે થવા લાગ છે.મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે વિતેલા વર્ષોમાં જ્યારે આઇટમ સોંગની પસંદગી કરી ત્યારે પહેલા ફિલ્મન પટકથાને પણ સમજી લીધી હતી. તેના આધાર પર આઇટમ સોંગને તૈયાર કરવામાં આવ્યા હતા. તેનુ કહેવુ છે કે તે જેટલા પણ આઇટમ સોંગ કરી ચુકી છે તે પૈકી તેને પોતાને પણ આ તમામ સોંગ ખુબ પસંદ છે.
જેના કારણે તે યુવા અભિનેત્રીઓને પણ સલાહ આપવા માંગે છે કે આઇટમ સોંગના કારણે ક્યારેય કોઇ ટેગ કે લેબલ લાગતા નથી. હાલના દિવસોમાં મલાઇકા સામાન્ય રીતે અર્જુન કપુર સાથે નજરે પડે છે. અર્જુન કપુર સાથે તેના પ્રેમ સંબંધોની ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. આના કારણે સોશિયલ મિડિયામાં પણ ચર્ચા છે. અર્જુન કપુરને લઇને મિડિયા તમામ માહિતી સતત આપતો રહે છે.
મલાઇકા અરોરાની ફિટનેસને લઇને પણ તમામ તેના ચાહકો ઉત્સાહિત રહે છે. તેનુ કહેવુ છે કે આઇટમ સોંગ કરવાથી લેબલ લાગી જશે જા કોઇ તેમ વિચારે છે તો તેને આ પ્રકારના ગીતોથી સાવધાન રહેવુ પડશે. અર્જુન કપુર સાથે તેના સંબંધને લઇને કોઇ નક્કર વિગત સપાટી પર આવી રહી નથી પરંતુ તે આ સંબંધને લઇને બિલકુલ પરેશાન દેખાઇ રહી નથી.