Western Times News

Gujarati News

આઇટી રિટર્નની તારીખ લંબાવવા સરકારનો ઇન્કાર

નવી દિલ્હી,  જાે તમે કોઈ નાની કંપની ચલાવો છો અથવા કોઈ ધંધો કરો છો પરંતુ આજ સુધી તમે તમારી આટીઆર ફાઇલ કરી નથી, તો પછી આવકવેરા વિભાગના આ હુકમને સમજાે. હકીકતમાં, સરકારે ઓડિટની જરૂરિયાતવાળા ખાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારવાની ના પાડી છે.

એટલે કે, જાે કોઈ પેઢી અથવા વ્યવસાયના ખાતાનું ઓડિટ આવશ્યક છે અને તેણે રિટર્ન ફાઇલ કરી નથી, તો આવા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાશે નહીં, તેઓએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી પોતાની આરટીઆર ફાઇલ કરવી પડશે. આવકવેરા વિભાગે ટ્‌વીટ દ્વારા આ સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત હાઇ કોર્ટે નાણાં મંત્રાલયને આ સમયમર્યાદામાં વધારો કરવા અંગે સ્પષ્ટ માહિતી આપવા આદેશ આપ્યો હતો. આ પછી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે આ માહિતી આપી છે. સીબીડીટીએ કહ્યું કે, ડ્યૂ ડેટ્‌સ વધારવાના તમામ અહેવાલો રદ કરવામાં આવે છે. જે કરદાતાઓના બાકી રકમ ૧,૦૦,૦૦૦ કરતા વધુ નથી. તેના સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સની ચુકવણીની નિયત તારીખ પણ તે જ છે, જે આઈટીઆર ફાઇલ કરવાની તારીખ છે.

આવકવેરા વિભાગે ૩૦ ડિસેમ્બર ૨૦૨૦થી વ્યક્તિગત આઈટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦થી વધારી ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ કરી હતી, જે હવે પસાર થઈ ગઈ છે. જ્યારે ઓડિટના કેસો પરત કરવાની અંતિમ તારીખ ૧ જાન્યુઆરીથી વધારીને ૧૫ ફેબ્રુઆરી કરવામાં આવી છે. ત્યારે આ ત્રીજી વખત છે જ્યારે આવકવેરા વિભાગે અંતિમ તારીખ લંબાવી છે.

આવા કરદાતા જેમને આંતરરાષ્ટ્રીય/ વિશિષ્ટ ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનના કિસ્સામાં રિપોર્ટ આપવાની હોય છે. (જેના માટે આરટીઆર ફાઇલ કરવાની છેલ્લી ડ્યૂ ડેટ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ હતી), આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે આરટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી લંબાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.