Western Times News

Gujarati News

આઇડીબીઆઈ બેંકે ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાણ કર્યુ

જમણેથી ડાબેઃ શ્રી રાકેશ શર્મા, એમડી અને સીઇઓ, આઇડીબીઆઈ (જમણેથી ત્રીજા), શ્રી જી એમ યાદવાડકર, ડીએમડી, આઇડીબીઆઈ બેંક લિમિટેડ (જમણેથી બીજા) અને શ્રી નીલેશ ગર્ગ, એમડી અને સીઇઓ, ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (જમણેથી ચોથા), સાથે આઇડીબીઆઈ બેંક અને ટાટા એઆઇજીનાં વરિષ્ઠ અધિકારીઓ.

 મુંબઈ, આઇડીબીઆઈ બેંક લિમિટેડે 4 જૂન, 2019નાં રોજ ટાટા એઆઇજી સાથે બેંકાશ્યોરન્સ કોર્પોરેટ એજન્સી સમજૂતી કરી છે, જેનો આશય બેંકની 1850થી વધારે શાખાઓમાં 20 મિલિયન ગ્રાહકોને વિવિધ જોખમો ઘટાડવા બનાવેલા અને અનપેક્ષિત ઘટનાઓ સામે નાણાકીય સુરક્ષા પૂરું પાડવા બનાવેલા ટાટા એઆઇજીનાં સાધારણ વીમા ઉત્પાદનો પૂરાં પાડવાનો છે.

 આ જોડાણ પર આઇડીબીઆઈ બેંકનાં એમડી અને સીઇઓ શ્રી રાકેશ શર્માએ કહ્યું હતું કે, અમારા ગ્રાહકોનાં હિતને ધ્યાનમાં રાખીને અમને જનરલ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં અગ્રણી કંપની અને ભારતની સૌથી વધુ વિશ્વસનિય બ્રાન્ડ પૈકીની એક ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાણ કરવાની ખુશી છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને અપેક્ષાઓ સાથે અમે અમારાં ગ્રાહકો માટે અમારાં પ્રોડક્ટની ખાસિયતને મજબૂત કરવા આ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા આતુર છીએ તથા તેમને શ્રેષ્ઠ જનરલ ઇન્સ્યોરન્સ ઉત્પાદનો અને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા વન-સ્ટોપ સુલભતા પૂરી પાડે છે. એનાથી ગ્રાહકો પોતાનાં માટે, પોતાનાં પરિવારજનો માટે, પોતાની મિલકતો માટે કે વ્યવસાયો માટે અનપેક્ષિત ઘટનાઓનાં જોખમને ઘટાડવા સાધારણ વીમાકવચની આવશ્યક જરૂરિયાત વિશે અમારાં ગ્રાહકોમાં જાગૃતિ અને સમજણ વધારે છે.

 આ પાર્ટનરશિપ પર ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી નીલેશ ગર્ગે કહ્યું હતું કે, અમને ભારતમાં સૌથી વિસ્તૃત પહોંચ સાથે સૌથી જૂની અને સૌથી મોટી વાણિજ્યિક બેંકોમાંની એક આઇડીબીઆઈ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. આ અમને નવીન સોલ્યુશનની પહોંચ વધારવા અને અત્યાર સુધી ન ખેડાયેલા, ઓછાં વીમાકૃત બજારો સુધી પહોંચવા સક્ષમ બનાવશે, જેથી ગ્રાહકોને અમારાં સોલ્યુશન્સનો લાભ સરળતાપૂર્વક લેવામાં મદદ મળશે. અમે બેંકિંગ ઇકોસિસ્ટમમાં જોડાણનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે અને અમારું માનવું છે કે, આઇડીબીઆઈની ગ્રાહક કેન્દ્રિત કામગીરી અને વિસ્તૃત કામગીરી અણારાં ડિજિટલ-ફર્સ્ટ અભઇગમ સાથે પૂરક બનશે, પ્રોડક્ટને વધારવામાં કુશળતા હાંસલ કરશે અને ઉદ્યોગમાં સેવાનું શ્રેષ્ઠ સ્તર બેંકનાં ગ્રાહકોને મહત્તમ મૂલ્ય ઓફર કરવામાં મદદરૂપ થશે.

 ટાટા એઆઇજીનાં પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધ વ્યક્તિગત અને વ્યવસાયિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મુખ્ય હેલ્થ પ્રોડક્ટ – મેડિકેર, મોટર ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ કવર, હોમ કન્ટેન્ટ, ગંભીર બિમારીઓ, ગ્રૂપ મેડિકેર, એસએમઈ ઇન્સ્યોરન્સ, લોકર ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, લોંગ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ, ગ્રૂપ ક્રેડિટ સીક્યોર પ્લસ સામેલ છે. આ ઉપરાંત  અન્ય કન્ઝ્યુમર અને કમર્શિયલ લાઇન્સ સોલ્યુશન્સ પણ સામેલ છે.

 આઇડીબીઆઈ બેંક ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં સારી કામગીરી ધરાવે છે તથા પોતાની પાર્ટનરશિપ દ્વારા એનાં ગ્રાહકો જોખમને સમજવામાં ટાટા એઆઇજીની કુશળતાનો, મજબૂત મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્ક, ઉત્કૃષ્ટ સેવા અને દાવાની પતાવટનાં સાતત્યપૂર્ણ રેકોર્ડનાં સમર્થન સાથે વીમાકવચની વિસ્તૃત રેન્જનો લાભ મેળવવા સક્ષમ બનશે. આ જોડાણ ટાટા એઆઇજીને એનાં નવીન પ્રોડક્ટની ઓફરની પહોંચને વધારવા તથા કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ ગ્રાહકોને તેમનાં જોખમનાં સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.