આઇનોક્સ ગ્રીન એનર્જી IPO દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કરે તેવી સંભાવના
આઇનોક્સ વિંડની પેટા કંપની આઇનોક્સ ગ્રીન એનર્જી પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) લાવવાની તૈયારી કરી રહી છે, જે દ્વારા કંપની રૂ. 500 કરોડ ઉભા કરે તેવી સંભાવના છે.
કંપનીએ એક યાદીમાં કહ્યું હતું કે, “અમે જાણકારી આપવા માગીએ છીએ કે કંપનીની મેટેરિયલ સબ્સિડિયરી ફર્મ આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસ લિમિટેડના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે આજે એટલે કે 6 ડિસેમ્બરના થયેલ એક બેઠકમાં કંપનીના ફંડ એકઠા કરવાની યોજનાને મંજૂરી આપી. તેને હજુ શેરહોલ્ડરોથી મંજૂરી મળવાની બાકી છે.”
આઈનૉક્સ વિંડે જણાવ્યુ કે આ ફંડિંગ આઇપીઓ દ્વારા એકત્ર કરાશે, જેની હેઠળ કંપની 500 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઈક્વિટી શેર રજુ કરશે. ઉપરાંત એક ઑફર-ફૉર-સેલ (OFS) પણ લૉન્ચ કરવામાં આવી શકે છે, જેની હેઠળ કંપનીના વર્તમાન અને યોગ્ય શેરહોલ્ડરોને પોતાના હિસ્સાના શેર વેચાણ માટે રાખી શકશે.