IPLની ૨૦૭ મેચોમાં કોહલીનાં બેટથી ૬૨૮૩ રન બન્યા છે
મુંબઇ, જ્યારે પણ આઇપીલી વાત થાય છે ત્યારે આપણે રોહિત શર્મા કે ધોનીની વાત કરીએ છીએ. કારણ કે આ બંનેએ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ અને ચેન્નાઈને ઘણી યાદગાર જીત અપાવી છે.
પરંતુ આપણે હંમેશા એક ખેલાડીને પાછળ છોંડી દઇએ છીએ કે તેણે પોતાની કેપ્ટનશિપમાં ક્યારે પણ તેની ટીમને આઈપીએલનો તાજ પહેરાવ્યો નથી. પરંતુ શું તમે જાણો છો કે આ ખેલાડીની સામે મોટા મોટા બેટ્સમેન પણ ક્યાંય ઉભા નથી રહેતા. તમે સમજી ગયા હશો અહી કોની વાત થઇ રહી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રન મશીન વિરાટ કોહલીની.
આઈપીએલની ટૂર્નામેન્ટમાં આ વખતે વિરાટ કોહલી કેપ્ટનશિપ નહી પણ બેટ્સમેન તરીકે રમતો જાેવા મળશે. આઈપીએલમાં તેની આરસીબી ટીમ ક્યારે પણ ખીતાબ જીતી શકી નથી. વિરાટ કેપ્ટન તરીકે એટલો સફળ રહ્યો નથી જેટલો ધોની અને રોહિત રહ્યા છે.
પરંતુ બેટ્સમેન વિરાટે આઈપીએલમાં પોતાની હાજરી જાળવી રાખી છે. જરા આ આંકડાઓ પર નજર નાખો, આઇપીએલની ૨૦૭ મેચોમાં કોહલીનાં બેટથી ૬૨૮૩ રન બન્યા છે, જે આઇપીએલનાં ઈતિહાસમાં સૌથી વધુ છે.
આ ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન અત્યાર સુધી ૬૦૦૦ રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. બીજા નંબર પર શિખર ધવન ૫૭૮૪ રન સાથે હાજર છે.વિરાટે તેની આઇપીએલ કેરિયરમાં ૫ સદી અને ૪૨ અડધી સદી ફટકારી છે. આ આંકડા એટલા જબરદસ્ત છે જ્યારે કોહલીનું બેટ છેલ્લા ૨ વર્ષથી શાંત છે.HS