આઇપીએલ-૨૦૨૧ માટે ૧૧ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઇ શકે છે
મુંબઇ, ભારતીય ક્રિકેટની ચર્ચિત ટવેન્ટી ટવેન્ટી લીગ આઇપીએલ હવે પોતાના નવા સત્ર માટે તૈયાર થઇ ગયું છે યુએઇમા ૧૩માં સત્રના સફળ આયોજન બાદ હવે લીગના નવા સંસ્કરણની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ ૨૦૨૧ માટે ૧૧ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઇ શકે છે જયારે આઠેય ફ્રેચાઇજીઓ માટે ખેલાડીઓને રિટેન અને રલીજ કરવાની સમય સીમા ૨૦ જાન્યુઆરી હોઇ શકે છે.આ બધુ આઇપીએલ ગવર્નિગ કાઉસિલની ઓનલાઇ બેઠક દરમિયાન નક્કી થશે.
બીસીસીઆઇએ ૨૦૨૧ સંસ્કરણ માટે તારીખો અને સ્થાનોને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી આ હરાજી માટે પણ જગ્યાની પસંદગી હજુ સુધી થઇ નથી પરંતુ એવી સંભાવના છે કે ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે યોજાનારી ટેસ્ટ સીરીજ રહેલા અને બીજી ટેસ્ટ વચ્ચે તેનું આયોજન થઇ શકે છે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ જયાં ૫-૯ ફેબ્રુઆરીએ થનાર છે ત્યાં બીજી મેચ ૧૩-૧૭ વચ્ચે રમાનાર છે.
એ યાદ રહે કે કોરોના મહામરી અને લોકડાઉનના કારણે ગત સીજન લગભગ પાંચ મહીના વિલંબથી શરૂ થઇ હતી જયારે દેશમાં સંક્રમણના ખતરાને જાેતા તેનું આયોજન પણ યુએઇમાં કરવામાં આવ્યું હતું જાે કે એકવાર ફરી એવી આશા કરવામાં આવી રહી છે કે આઇપીએલની ૧૪મી સીજનનું આયોજન પોતાના નક્કી સમય પર જ ભારતમાં થશે દર વર્ષની જેમ આ વખતે પણ હરાજીમાં ફ્રેચાઇજિયોની પર્સમાં ૩ કરોડ રૂપિયાનો વધારો થવાની સંભાવના છે હાલ ચેન્નાઇ સુપર કિંગ્સની પાસે સૌથી ઓછી રકમ બચી છે જયારે કિગ્સ ઇલેવન પંજાબના પર્સમાં ૧૬૧૫ કરોડની સૌથી વધુ રકમ છે.
એ યાદ રહે કે યુએઇમાં રમાયેલ લીગની ૧૩મી સીજનમાં તમામ ટીમોએ પહેલાની સરખામણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ આખરી બાજી મુંબઇ ઇન્ડિયંસે મારી હતી આ ઉપરાંત દિલ્હીની ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી તો ચેન્નાઇ સાતમા સ્થાન પર રહી.HS