IPL ઈતિહાસનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા વિદેશી ખેલાડીએ સન્યાસ લેવાની જાહેરાત કરી
મુંબઇ, દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.આઇપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયેલો ક્રિસ મોરિસ લીગ ક્રિકેટમાં પણ જાેવા નહીં મળે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી.
તેમની જાહેરાત બાદ ચાહકો પણ આશ્ચર્યમાં છે કે મોરિસે માત્ર ૩૪ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી?
ક્રિસ મોરિસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિસ મોરિસે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, આજે હું ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારી આ સફરમાં નાની કે મોટી ભૂમિકા ભજવનાર દરેકનો હું આભાર માનું છું.
આપને જણાવી દઈએ કે, ક્રિસ મોરિસ હવે દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી ટીમ ટાઇટન્સનાં કોચ તરીકે જાેવા મળશે અને પડદા પાછળ કામ કરશે. આપને જણાવી દઇએ કે, ક્રિસ મોરિસ લાંબા સમયથી આફ્રિકન ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો, જાેકે, તે આઇપીએલ રમતા જાેવા મળે છે.
ક્રિસ મોરિસે જુલાઈ ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી, તેને દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું ન હોતું, જ્યારે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ દરમિયાન પણ તેને આફ્રિકન ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ક્રિસ મોરિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૧૨ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તે તેના ઊંચા કદ માટે પણ જાણીતો છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિસ મોરિસે દક્ષિણ આફ્રિકા માટે ૪ ટેસ્ટ, ૪૨ વનડે અને ૨૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ક્રિસ મોરિસનાં નામે ત્રણેય ફોર્મેટમાં ૧૨, ૪૮ અને ૩૪ વિકેટ છે. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં કુલ ૭૭૩ રન તેના બેટથી નિકળ્યા છે. ક્રિસ મોરિસ હવે ટાઇટન્સ ક્રિકેટમાં કોચની ભૂમિકા ભજવતો જાેવા મળશે.HS