આઇપીએલ યોજવી કે નહીં તેનો નિર્ણય ૧૪ માર્ચની બેઠકમાં લેવાશે

નવીદિલ્હી: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ પર લાંબા સમયથી કોરોના વાયરસનો ખતરો ઊભો થયેલો છે. અહેવાલો મુજબ, હવે રાજ્ય સરકારો પણ તેને લઈને મોટું પગલું લેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં પહેલા કર્ણાટક સરકારે મેચોની મેજબાની ન કરવાનો નિર્ણય લીધો.બીજી તરફ મહારાષ્ટ્રે આઈપીએલની પહેલી મેચની ટિકિટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે તેની આૅફિશિયલ પુષ્ટિ નથી થઈ. આ બધાને જોતાં આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલો મુજબ, આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલ ૧૪ માર્ચે કોરોનાવાયરસને લઈ બગડતી સ્થિતિ વિશે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આઈપીએલ રદ કરવામાં આવશે કે નહીં. બીસીસીઆઈ માટે આ વર્ષે આઈપીએલનું આયોજન કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ભારત સરકારે વિઝા પાલિસીમાં હાલમાં જ જે ફેરફાર કર્યો છે તેનાથી મુશ્કેલી વધતી હોય તેવું લાગી રહ્યું છે આઈપીએલ રમવા માટે ભારત આવનારા ૬૦ વિદેશી ખેલાડીઓને વિઝા મળશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.
કોરોના વાયરસના સંક્રમણના ખતરાને અટકાવવા માટે સરકારની વિજા પ્રતિબંધને કારણે કોઇ પણ વિદેશી ખેલાડી આઇપીએલમાં રમવા માટે ૧૫ એપ્રિલ સુધી ઉપલબ્ધ રહશે નહીં.સુત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલમાં રમનારા વિદેશી ખેલાડીઓને બિજનેસ વીજાની શ્રેણીમાં આવે છે સરકારના નિર્દેશો અનુસાર તે ૧૫ એપ્રિલ સુધી આવી શકશે નહીં. જા કે એ સંભવ થઇ શકે છે જયારે બીસીસીઆઇ તે ખેલાડીઓને વિશેષ પરમિશન અપાવે
જોકે, બીસીસીઆઈ ખાલી સ્ટેડિયમમાં આઈપીએલનું આયોજન કરવા અંગે વિચાર કરી રહ્યું છે પરંતુ અંતિમ નિર્ણય બેઠકમાં લેવાશે. કોરોના વાયરસના કારણે રમતોના આયોજન પર પ્રભાવ – ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાના એક લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. ચાર હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની અસરને જોતાં અત્યાર સુધી અનેક મોટી રમત ટૂર્નામેન્ટ રદ થઈ ચૂકી છે. આઇપીએલના ભવિષ્ય પર નિર્ણય ૧૪ માર્ચના રોજ મુંબઇમાં તેની સંચાલન પરિષદની બેઠકમાં કરવામાં આવશે. એક વિકલ્પ એ પણ છે કે ૨૯ માર્ચથી શરૂ થઇ રહેલ આઇપીએલને ખાલી સ્ટેડિયમમાં કરાવવામાં આવે.